પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજારો રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામગીરી કચેરીઓમાં સ્ટાફ ઓછો

પાટણ
પાટણ

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજારો રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામગીરી તા. 30-11-24 સુધીમાં પુરી કરવાની ડેડલાઈનને સાચવવા માટે અત્યારે પાટણ નગરપાલિકા, રેવન્યુ અને પંચાયત સહિતના વિવિધ વિભાગોનાં કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપીને તેઓને અલગ અલગ વિસ્તારોમાં જઈને ઈ કે.વાય.સી.ની કામગીરી પુરી કરવાનું કામ સોંપતાં પાટણ નગરપાલિકા અને મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં અત્યારે સ્ટાફ ઓછો જોવા મળી રહ્યો છે જેથી અન્ય કામગીરીઓ ઠપ થઈ ચુકી છે.

પાટણ શહેરનાં 97,000 જેટલા રેશનકાર્ડ ધારકો પૈકી હજુ અનેકની ઇ-કેવાયસી કરવાની બાકી છે. જ્યારે પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની કુલ 1,75,780 જનસંખ્યામાં 38,845 રેશનકાર્ડ ધારકોમાંથી કુલ 22 હજારથી વધુ લોકોની ઈ-કેવાયસી થઈ ગઈ છે ને હજુ 70,000 રેશનકાર્ડ ધારકોની બાકી છે.

રેશનકાર્ડ ધારકોની કેવાયસી કરવામાં મોબાઇલ એપમાં સર્વર ડાઉનનાં અને અપડેશનનાં પ્રશ્નો વારંવાર આવી રહ્યા છે. જેથી આ કામગીરી અત્યંત ધીમી ગતિએ થતી હોવાની ફરિયાદો જે તે કર્મચારીઓ દ્વારા તેમનાં ઉપરી અધિકારીઓને સતત મળી રહી છે.

આ કામગીરી માટે પાટણ નગરપાલિકાનાં ઓછામાં ઓછા 15 થી વધુ જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને કેવાયસીની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. તેથી તેઓ તા. 30-11-24 સુધી આ જ કામગીરી કરશે. આમ થવાનાં કારણે પાટણ નગરપાલિકાનાં ટાંચા સ્ટાફમાં અત્યારે ઘણો ઘટાડો થઈ ગયો હોવાથી સફાઈ સહિતની મહત્વની શાખાઓની કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.