પાટણમાં 108ના ટીમે સમયસરની સારવારના કારણે એટેકના દર્દીને નવજીવન મળ્યું

પાટણ
પાટણ

પાટણ શહેર સહિત જિલ્લામાં વિનામૂલ્યે આરોગ્ય લક્ષી ઇમર્જન્સી સેવા આપતી 108 ની કામગીરી જરૂરિયાત મંદો માટે આશીર્વાદ સમાન બની રહે છે ત્યારે પાટણ 108 ની ટીમે ગતરોજ ઓઢવા ગામના એક 40 વર્ષ ના વ્યક્તિને હૃદય રોગના હુમલામાં સમયસર ની સારવાર આપી પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડતા વ્યક્તિનો આબાદ બચાવ થતાં પરિવારજનો એ પાટણ 108 થી મને સિવિલ હોસ્પિટલ તબીબ સહિત સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.સરસ્વતી તાલુકાના ઓઢવા ગામના વતની ચૌધરી રણછોડ ભાઈ પરમાભાઈ ઉંમર વર્ષ 40 ને ગતરાત્રીએ અચાનક છાતી માં દુખાવો ઉપડતાં અને શ્વાસ લેવામાં તકલીફ સાથે માથું દુઃખવું,ગભરામણ થવી, બરડાના ભાગે દુખાવો થવાની તકલીફ ઊભી થતાં પરિવારજનોએ 108 નો સંપર્ક કર્યો હતો અને સંપર્ક કરતાં ની સાથે જ 108 સિવિલ હોસ્પિટલ પાટણ લોકેશન ના ઈએમટી વિજય રાઠોડ અને પાયલોટ નિસારભાઈ સૈયદે ધટના સ્થળે પહોંચી દર્દીની હાલત જોતા દર્દીને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવતા 108 માં ફરજ બજાવતા ઈએમપી અને પાયલોટે તાત્કાલિક તેઓની હેડ ઓફિસે રહેલા ઈઆરસીપી ડો. મહેશભાઈ સાથે કોંટેક્ટ કરીને દર્દી ની સધળી હકીકત જણાવતા ડો. મહેશભાઈ એ દર્દી ને જરૂરિયાત મુજબ ની સારવાર આપવાની સલાહ આપતાં ડોકટરની સલાહ પ્રમાણે ઈએમટી અને પાયલોટ દ્વારા દર્દીની સારવાર ચાલુ શરૂ કરી હતી .તેમને વધુ સારવાર હેઠળ ધારપુર હોસ્પિટલ માં શિફ્ટ કર્યા હતા જયાં દર્દીને સમયસરની સારવાર મળતા દર્દીનો જીવ બચતા પરિવારજનો એ 108 ના ઈએમટી વિજય રાઠોડ અને પાયલોટ નિસારભાઈ સૈયદ સહિત ધારપુર ના તબીબો અને સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.