પાટણ જિલ્લા પોલીસ પરેડ રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ સ્ટેશનોના વાર્ષિક ઇન્સ્પેક્શન 18 જેટલી ઇવેન્ટ યોજાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પોલીસ પરેડ રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ સ્ટેશનોના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે કચ્છ ભુજ રેન્જ આઇ.જી. જે.આર,મોથલીયાની ઉપસ્થિતિ સરેમોનીયલ પરેડ પોલીસ વિભાગના વિવિધ પ્લાટુનો દ્વારા 18 જેટલી ઇવેન્ટ યોજવામાં આવી હતી.પાટણ જિલ્લા પોલીસવડાની કચેરીના તાબા હેઠળ આવતી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોનું પ્રતિવર્ષે વાર્ષિક ઇન્સ્પેકશન યોજવામાં આવે છે જે અનુસંધાને વર્ષ 2022 ના વાર્ષિક ઈન્સ્પેકશન સંદર્ભે કચ્છ ભુજ રેન્જ આઈ.જી. જે.આર.મોથલીયાના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિકારી કર્મચારીઓ, હોમગાર્ડ જવાનો દ્વારા સેરેમોનીયલ પરેડ યોજવામાં આવી હતી.જે પરેડનું કચ્છ ભુજ રેન્જ આઇજીએ નિરીક્ષણ કરી સલામી આપી હતી . ત્યારબાદ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ઇવેન્ટો રજુ કરવામાં આવી હતી જેમાં સ્કવોર્ડ ડ્રીલ, ખાલી હાથ પીટી, રાયફલ પીટી, વેપન ડ્રીલ, રાયફલ એકસસાઇઝ, લાઠી ડ્રીલ, મેડીસન બોલ પીટી,યોગાસન, ગાર્ડ બદલી ઓપ્ટીકલ્સ જેવી વિવિધ ઈવેન્ટો રજુ કરવામાં આવી હતી .


આ ઉપરાંત પાલનપુરથી ચાર જેટલા આતંકવાદીઓ આવવાના હોવાની બાતમીને લઇ મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ચાર આતંકવાદીઓએ ચેકપોસ્ટને ઉડાવી દેતા પોલીસ કર્મચારીઓએ તેમનો પીછો કરી તેઓને આબાદ રીતે ઝડપી લીધા હતા. આ ઉપરાંત રાણીની વાવ ખાતે મુલાકાતે આવેલા એક પ્રવાસીને આતંકવાદીઓ દ્વારા અપહરણ કરી તેને બંધક બનાવ્યા હોવાની જાણ પોલીસને થતા પોલીસે આતંકવાદીઓની ચુંગાલમાંથી પ્રવાસીને છોડવા માટે ઓપરેશન ભારત અંતર્ગત કમાન્ડોની અલગ અલગ ટીમો તૈયાર કરી ઓપરેશન કરી પ્રવાસીને જે મકાનમાં બંધક બનાવ્યો હતો તેને ચારે બાજુથી ઘેરી લઈ આતંકવાદીઓ પર હુમલો કરી પ્રવાસીને સહી સલામત છોડાવી આતંકવાદીઓને આબાદ રીતે ઝડપી લીધા હતા.આ પરેડ દરમ્યાન ઉત્કૃષ્ટ દેખાવ કરનાર અધિકારીઓની ટીમને અભિનંદન પાઠવી ઈનામ આપવામાં આવ્યા હતા.પોલીસ પરીવાર સાથે રેન્જ આઇજી દ્વારા સંવાદ યોજવામાં આવ્યો હતો . આ વાર્ષિક ઇન્સ્પેકશન નિમિત્તે પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક રવિન્દ્ર પટેલ, એ ડીવીઝન બી ડીવીઝન પી.આઇ. પી.એસ.આઈ., એલ.સી.બી. એસ.ઓ.જી. ફર્લો સ્કવોર્ડ સહિતના વિવિધ અધિકારીઓ 9 પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ ઉપસ્થિત રહયા હતા .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.