રાધનપુરની મોડલ સ્કૂલ માં પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલીનો કેમ્પ યોજાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા રાધનપુર શહેરમાં આવેલી મોડલ સ્કૂલ ખાતે ઇન્ચાર્જ ડીપીઓ અશોક ચૌધરીની અધ્યક્ષતામાં આજરોજ સવાર થી સાંજે સુધી ધો 1 થી 5 ના શિક્ષકોનો જિલ્લાફેર બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટણ જિલ્લામાં ધો. 1 થી 5 માં ખાલી પડેલી શિક્ષકોની 259 જગ્યાઓ માટે અગાઉ અન્ય જિલ્લામાંથી જે શિક્ષકોએ અરજી કરેલ હોય તેવા 672 શિક્ષકોને જિલ્લાફેર બદલી કેમ્પમાં બોલાવવામાં આવ્યાં હતા. પ્રાથમિક શિક્ષકોએ પોતાની નજીકની શાળાઓની પસંદગી કરી હતી, તો પસંદગી કરવાની પક્રિયા આજે સાંજ સુધી ચાલશે. ત્યારે 28મી જુલાઇના રોજ સમી મોડલ સ્કૂલ ખાતે ધો. 6 થી 8 માં ખાલી પડેલ 141 જગ્યાઓ માટે જિલ્લાફેર બદલી કેમ્પ યોજાવાનો છે. જેમાં 283 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.