પાટણ શહેરની પી.કે.કોટાવાલા કોલેજ કેમ્પસ ખાતે જિલ્લાકક્ષાનો યોગ દિવસ ઉજવાયો

પાટણ
પાટણ

21 જુન વિશ્વ યોગ દિવસ નિમીતે કાર્યક્રમ બુધવારે સવારે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા કલેક્ટર ઉપસ્થિત માં પાટણની પી.કે.કોટાવાલા આર્ટ્સ કોલેજ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરી હતી. ઉપરાંત જિલ્લામાં તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાના કુલ 16 કેન્દ્રો પર યોગ શિબિરો યોજાઈ હતી. ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક- માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને કોલેજોમાં લોકો યોગ શિબિરોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા યોગ કરી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા.

પાટણ સ્થિત વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે નગર પાલિકા દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાણકી વાવ બહાર કેમ્પસ માં 150 જેટલા લોકોની બેસવાની વેવસ્થા હોવાના કારણે સ્કૂલના છોકરા યોગ કરવાની જગ્યા રાણકી વાવ કેમ્પસ માં ફરી રહ્યા હતા.

21 જૂન વિશ્વ યોગ દિવસ ની પાટણ શહેર માં વિવિધ જગ્યાઓ પર લોકોએ એકત્ર થઈ યોગ દિવસ ની ઉજવણી કરી કરી હતી .તો વિશ્વ યોગ દિવસ નિમિતે પાટણ નગર પાલિક દ્વારા પાટણ શહેરની વર્લ્ડ હેરીટેઝ રાણકીવાવ ખાતે બુધવારે યોગ ટ્રેનર સુખદેવ ભાઈ દામોદરદાસ મને, જખના બેન ,હિરલ બેન દ્વારા રાણકીવાવ માં બહાર વિવિધઆસનો,પ્રાણાયામ સહિતના યોગ કર્યા હતા .જેમાં મોટી સંખ્યામાં લોકો ની હાજરી માં યોગ નિદર્શન કર્યુ હતું.રાણકી વાવ ની અંદર બી ડી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ વિવિધ વિવિધ આસનો ,પ્રાણાયામ સહિતના ના આસનો કર્યા હતા.સ્કૂલ માંથી આવેલ 250 જેટલા વિદ્યાર્થીઓ રાણકીવાવ કેમ્પસ માં બહાર યોગ કર્યા વગર પરત ફર્યા હતા.

રાણકી વાવ ખાતે નગર પાલિકા દવરા યોજાયેલ યોગ શિબિર માં પાલિકા પ્રમુખ સ્મિતા બેન પટેલ, ચીફ ઓફિસર સંદીપ પટેલ,કોર્પોરેટર મનોજપટેલ, નરેશદવે,જયરામી સહિત નગર પાલિકા કર્મચારીઓ, અને વિતરણ ના રહીશો ઉપસ્થિત રહી યોગ કર્યા હતા. પાટણશહેર ના સરદાર પટેલ રમતગમત સંકુલ માં આવેલ સ્વિમિંગ પુલ ખાતે સ્વિમિંગ પુલના સભ્યોએ પાણીમાં વિવિધ યોગ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.