પાટણ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રોગ અટકાયતી કામગીરી કરતું જિલ્લા આરોગ્ય તંત્ર

પાટણ
પાટણ

વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં કરાઈ રહ્યો છે ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ

જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ 328 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર્સ અને 320 ફિમેલ હેલ્થ વર્કર્સ દ્વારા સર્વેલન્સ અને આઈ.ઈ.સી.ની કામગીરી હાથ ધરાઈ

રાજ્યભરમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી થતા જ તમામ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ શાંત થતા વર્ષા બાદની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આરોગ્ય સંલગ્ન કામગીરી મુખ્ય છે. વરસાદી ઋતુમાં આરોગ્ય પર ખરાબ અસર પડતી હોય છે. એવામાં જ્યારે આ રીતે ભારે વરસાદ વરસ્યો હોય ત્યારે આરોગ્ય પરનું જોખમ વધી જતું હોય છે. તેથી પાટણ જિલ્લામાં હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લામાં પાટણ શહેરી વિસ્તારમાં 38 આશા વર્કર્સ અને 14 ફિમેલ હેલ્થ વર્કર્સ, રાધનપુર શહેરી વિસ્તારમાં 20 આશા વર્કર્સ 1 ફિ.હે.વ. 1 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર અને સિધ્ધપુર શહેરી વિસ્તારમાં 11 આશા વર્કર્સ, 6 ફિ.હે.વ. અને 1 મ.પ.હે.વ. દ્વારા સર્વેલન્સ તથા પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સઘન રોગ અટકાયતી પગલા માટે ગ્રામ્ય કક્ષાના મ.પ.હે.વ.ને પ્રતિનિયુક્તિ આપવામાં આવી છે. જે અંતર્ગત દર અઠવાડિયે સર્વેલન્સ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત વરસાદી પાણી ભરાતા ખાડા ખાબોચિયામાં ડાયફ્લુબેન્જુરોન અથવા બળેલા ઓઇલનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. જેનું જિલ્લા કક્ષાએથી સઘન સુપરવિઝન અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

પાટણ શહેરી વિસ્તારમાં 6 વેકટર કંટ્રોલ ટીમ (30 વ્યક્તિ), સિધ્ધપુર શહેરી વિસ્તારમાં 2 વેકટર કંટ્રોલ ટીમ (10 વ્યક્તિ), ચાણસ્મા શહેરી વિસ્તારમાં 1 વેકટર કંટ્રોલ ટીમ (5 વ્યક્તિ), હારીજ શહેરી વિસ્તારમાં 1 વેકટર કંટ્રોલ ટીમ (5 વ્યક્તિ), રાધનપુર શહેરી વિસ્તારમાં 2 વેકટર કંટ્રોલ ટીમ (10 વ્યક્તિ) અને વારાહી ગામ માટે 1 વેકટર કંટ્રોલ ટીમ (5 વ્યક્તિ), આમ કુલ – 13 વેકટર કંટ્રોલ ટીમો દ્વારા સઘન પોરાનાશક કામગીરી કરાવવામાં આવશે. જેઓને 4 માસ માટે રોકવામાં આવેલ છે. તદઉપરાંત પ્રાઇવેટ તથા સરકારી યુનિટમાંથી જાહેર થતા મેલેરીયા, ડેન્ગ્યુ કે ચિકુનગુનિયાના કેસ નોંધાયેલ વિસ્તારમાં સઘન સર્વેલન્સ, પોરાનાશક દવાનો છંટકાવ, આઇ.ઇ.સી અને ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.