પાટણના PHC,CHC,આરોગ્ય શાખામાં નોકરી કરતા કર્મચારીઓનો પગાર આપવાની માંગ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં આવેલા પી.એચ.સી. સી.એચ.સી.સેન્ટર તેમજ આરોગ્ય શાખામાં આઉટ સોસીંગ ઉપર નોકરી કરતા કર્મચારીઓને 2 થી 3 માસ સુધીનો પગાર કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં ન આવતા આ બાબતે પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક શૈલેષ નાયીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી.પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, પાટણ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા હસ્તકમાં આવેલ દવાખાનાઓ જેવા કે પી.એચ.સી. સી.એચ.સી. તેમજ આરોગ્ય શાખામાં આઉટ સોસીંગ (હંગામી) કોન્ટ્રાક્ટર ઉપર નોકરી કરતા કર્મચારીઓ જેવા કે ડ્રાઈવરો, સફાઈ કામદારો, પટાવાળા, કારકુન, સ્ટોર કીપર,ના કર્મચારીઓને ઈથોસ એચ.આર. મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની બોડકદેવ અમદાવાદની કંપનીના કોન્ટ્રાકટર દ્વારા આ કર્મચારીઓને સરકારના ધારાધોરણ પ્રમાણે પગાર ઉપર નોકરીએ રાખવામાં આવેલ છે.


આ કંપનીના કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓને છેલ્લા બે થી ત્રણ મહિના નો પગાર આપવામાં આવેલ નથી અને કર્મચારીઓનો પગાર ચડાવેલ છે. કંપની દ્વારા પગાર આપવામાં આવેલ નથી તેથી આ કર્મચારીઓને આજની મોંઘવારીના સમયમાં પોતાનું ધર તેમજ પરીવારનું ગુજરાન ચલાવવુ ખૂબજ મુશ્કેલ પડી રહ્યું છે. જેથી પોતાની મજબુરીમાં વગર પગારે ત્રણ માસથી નોકરી કરી રહ્યા છે. મજબુરીના કારણે નોકરી કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે. નોકરી છોડીને બીજે પણ ક્યાં નોકરી શોધવી તે પણ તેમના માટે એક પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે. તેથી આ કર્મચારીઓને ચડેલ પગાર તાત્કાલિક તેવોને આપવામાં આવે અને આરોગ્ય મંત્રાલય તથા આ કપનીને કોન્ટ્રાકટર આપનાર કાર્યાલયને સુચના આપવામાં આવે.પાટણ જિલ્લામાં ફરજ બજાવતા પે.એચ.સી, સી.એચ.સી, સેન્ટર ના તેમજ આરોગ્ય શાખા પાટણ જિલ્લા પંચાયત ખાતે નોકરી કરતા કર્મચારીઓને તાત્કાલિક પગાર કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવે તેવી કાર્યવાહી કરવા તેમજ આ કંપની અને કોન્ટ્રાકટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામા આવે અને તેનો ખુલાસો માગી કાયદેસરની કાર્યવાહી કરવામા આવે તેવી રજૂઆત પાટણ જિલ્લા સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, અને પાટણ જિલ્લા કલેકટર, પાટણ જિલ્લા વિકાસ અધિકારી અને પાટણ જિલ્લા આરોગ્ય અધિકારી ને પત્ર લખીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.