પાટણ નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીમાં થયેલી દરખાસ્તને લઈ કૉંગ્રેસના સદસ્યો સામે કાર્યવાહીની માગ

પાટણ
પાટણ

પાટણ નગર પાલિકાના વોર્ડ નં 8ના સદસ્ય ભરતભાઇ જયંતિલાલ ભાટીયા દ્વારા કોગ્રેસમાંથી પ્રમુખની ચૂંટણી માટે બિપીનભાઈ પરમાર નામની દરખાસ્ત અને વોર્ડ નં 1 ના સદસ્ય આશાબેન ભરતજી ઠાકોર દ્વારા ટેકો આપેલ હતો તો મારી જાણ બહાર મારા નામની દરખાસ્ત તથા ટેકો આપનાર બે સભ્યોએ મારી જાણ બહાર મારા અધિકારનો દૂરઉપયોગ કર્યો છે તો બંન્ને સભ્યો પર કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ તેમનું સભ્ય પદ રદ કરવા માટે પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી છે.પાટણ વોડ નંબર 2ના કોર્પોરેટર બિપિન પરમારે પ્રાંત અધિકારી ને કરેલી લેખિત રજુઆત માં જણાવ્યું હતું કે 11/9/2023 ને સોમવારના રોજ પાટણ નગર પાલિકાની સામાન્ય સભા આગામી અઢી વર્ષ માટે ના પ્રમુખ તથા ઉપપ્રમુખ નિમવા અંગેની ચૂંટણી આપની અધ્યક્ષતામાં પાલિકાના સભાખંડમાં સવારે ૧૧:૦૦ કલાકે યોજાઇ હતી.જેમાં બેઠકમાં પ્રમુખની ચૂંટણી માટેની સીટ અનુસૂચિત જાતિની આરક્ષિત હોઇ તેમાં પાટણ નગર પાલિકાના વોર્ડ નં – 8 ના સદસ્ય ભરતભાઇ જયંતિલાલ ભાટીયા દ્વારા પ્રમુખની ચૂંટણી માટે મારા નામની દરખાસ્ત કરેલ હતી તેમજ વોર્ડ નં 1 ના સદસ્ય આશાબેન ભરતજી ઠાકોર દ્વારા ટેકો આપેલ હતો અને તે દરખાસ્ત આપ સમક્ષ રજૂ કરી હતી. જેની મને જાણ થતાં ચાલુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મે આપની સમક્ષ જાહેરમાં પાટણ નગર પાલિકાની સામાન્ય સભામાં વાંધો ઉઠાવ્યો હતો તેમજ મે મારું સમર્થન મારી ભાજપ પક્ષ દ્વારા આપવામાં આવેલ મેન્ડેટમાંના પ્રમુખના ઉમેદવાર હીરલબેન અજયભાઈ પરમારના નામમાં સમર્થનમાં કરેલ હતુ.


હું ભારતીય જનતા પાર્ટીના પ્રતિક ઉપર વોર્ડ નં- 2 માંથી ચૂંટાયેલા સદસ્ય છું તેમજ હું અનુસૂચિત જાતિ વર્ગમાંથી આવતો હોઇ મારી જાણ બહાર આપ સમક્ષ કરવામાં આવેલ દરખાસ્તથી મારી રાજકીય કારકીર્દીને નુકશાન કરવા તેમજ અનુસૂચિત જાતિ સમાજના વર્ગમાં ભાગલાં પાડવા તેમજ સમાજને ઉશ્કેરવા માટે નું કાવતરું કરી મારી જાણ બહાર મારા નામની દરખાસ્ત તથા ટેકો ઉપરોક્ત આ બે સભ્યોએ લેખિતમાં આપને કરેલ છે. ઉપરોક્ત બંન્ને સભ્યોએ લોકશાહીમાં મારા અબાધિત અધિકારનો મારી જાણ બહાર મારા અધિકારનો દૂરઉપયોગ કર્યો છે.કોર્પોરેટર ભરતભાટિયાએ જણાવ્યું હતું કે ગત વર્ષે 2020 માં પાટણ નગર પાલીકા માં ઉપપ્રમુખ ની ચૂંટણી હતી તે સમયે કોંગ્રેસ ના કોર્પોરેટર નું ફોર્મ ભાજપે ભરેલ હતું અને ચૂંટણી થઈ હતી તેજ મુજબ આ ચૂંટણી માં બિનહરીફ ન થાય તે માટે ભાજપે જે 2020 માં પદ્ધત્તિ થી અજમાયેલ તે મુજબ 2023 માં પ્રમુખ ની ચૂંટણી માં અમે ફોમ ભરી કાર્યવાહી કરેલ છે. રેકોર્ડ ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારીની અને પાટણ નગર પાલિકા માં રેકૉર્ડ માં હાજર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.