પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન મોતને ભેટેલા પરિવારને સરકાર દ્વારા મૃત્યુ સહાયના ચેકો અર્પણ કરાયા

પાટણ
પાટણ

પાટણ સાંસદ,જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખ સાથે મામલતદારે મૃતકના ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી રૂ.16 લાખના ચેક અપૅણ કયૉ

પાટણ શહેરના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં પાટણ પ્રજાપતિ સમાજના ભાઈ- બહેન અને બે ભાણીયાઓના નીપજેલા મોતને પગલે મૃતકોના પરિવાર સહિત સમગ્ર પ્રજાપતિ સમાજમાં દુઃખની કાલીમાં છવાઈ જવા પામી હતી.

ત્યારે મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા સહાય મળે તે માટે રાજ્યના કેબિનેટ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત તેમજ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી સહિત પાટણ જિલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા ગુજરાતના મૃદુભાસી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ મૃતકોના પરિવારજનોને તેઓના દુઃખમાંસહભાગી બનવા ખાસ કિસ્સામાં મૃત્યુ સહાય તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે તે માટે રજુઆત કરતાં તેઓ દ્રારા આ કિસ્સામાં તુરંત દરખાસ્ત મોકલી આપવા જણાવ્યું હતું.

આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મૃતકોના જરૂરી ડોક્યુમેન્ટ સાથે તેઓના પીએમ રિપોર્ટ સબમીટ કરી સરકાર મા  દરખાસ્ત કરવામાં આવી હતી. જેને તાત્કાલિક સરકાર દ્વારા મંજૂર કરી દરેક મૃતક ને રૂ. 4 લાખ ની સહાય સાથે કુલ રૂ. 16 લાખની સહાય ના ચેકો મંગળવારે પાટણ સાસંદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી તેમજ પાટણ મામલતદાર રાજપાલ દ્રારા મૃતક પરિવારના નિવાસ સ્થાને રૂબરૂ જઈને તેઓના પરિવારના મોભી ને ચેક અપૅણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. મૃતકોના પરિવારજનોએ પણ સરકાર તરફથી તાત્કાલિક ધોરણે ચુકવવામાં આવેલ મૃત્યુ સહાય બદલ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.