રાધનપુરના ગોગાશેરી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધકાર છવાયો

પાટણ
પાટણ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાજગઢી વિસ્તારના અંદરના પાછળ નાં ભાગે આવેલ ગોગાશેરી જે રસ્તો સીધો મુખ્ય બજાર તરફ જતો હોય મુસાફરો અહીંયા થી પસાર થઈ રોજબરોજ ખરીદી અર્થે અહીંયાથી નીકળતા હોઈ છે. ગોગાશેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ છે. જેને લઇને આ વિસ્તારમાં અંધારપટ છવાતા રાત્રી દરમિયાન પસાર થતા મુસાફરો શેરી વિસ્તારના લોકો અને રાહદારીઓ ને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ આ વિસ્તારમાં રખડતા ઢોરો નો પણ ત્રાસ વધી રહ્યો છે.જો અંધારપટ માં કોઈ રખડતા ઢોરનો શિકાર બને કે કે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે સવાલો વિસ્તારનાં લોકો કહી રહ્યા છે. ગોગશેરી વિસ્તારના રહીશોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરી સ્ટ્રીટ લાઈટ જે બંધ હાલત માં છે તે ચાલુ કરવામાં આવે અને સમયસર નિર્ણય લેવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.આ વિસ્તાર ગોગાશેરી માં સાંજે 8 વાગ્યા પછી વેપારીઓ પણ પોતાની દુકાનો બંધ કરી ઘરે પરત ફરતા હોય છે ત્યારે વિસ્તારના લોકો અંધારા માં અવર જવર કરવા મજબૂર બન્યા છે તો બીજી તરફ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે જો અંધારપટ નાં કારણે કોઈ ઘટના ઘટે તો રખડતા ઢોરનો શિકાર બને તો જવાબદાર કોણ.!! આ વિસ્તારમાં એટલે કે ગોગાશેરી માંથી શાળામાં જતાં વિદ્યાર્થિઓ અને ગામડાના લોકો પણ નીકળતા હોઈ છે. આ રસ્તો સીધો બજારમાં નીકળતો હોવાને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓ પણ નીકળતા હોઈ છે. ત્યારે આ વિસ્તારમાં અંધારું હોવાથી ક્યાંક અનિચ્છનિય ઘટના ઘટે તો જવાબદાર કોણ વગેરે સવાલો વિસ્તારના લોકો સહિત એક ષ રાહદારીઓ કરી રહ્યા છે. સત્વરે આ બાબતને ધ્યાને લઇ નગર પાલિકા તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટો રિપેર કરી ચાલુ કરવામાં આવે તેવી અહીંયાના સ્થાનિક વેપારીઓ અને સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.