ધારપુર મેડીકલ કોલેજમાં વિદ્યાર્થીઓનો હોબાળો

પાટણ
પાટણ

પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના એક વિદ્યાર્થીને અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીના વાલી કેટલાક માણસો સાથે હોસ્ટેલમાં આવી રાત્રિ દરમિયાન અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને અભદ્ર ભાષામાં ધમકી આપી ધમકાવવામાં આવ્યા હોવાની ઘટના મામલે વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલમાં સુરક્ષા ઊભી કરવા તેમજ દાદાગીરીની ઘટના મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મેડિકલ કોલેજના ટીમની ઓફિસ બહાર ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. ડીન દ્વારા વિદ્યાર્થીઓની માંગ મુજબ તાત્કાલિક ઘટના મામલે તપાસ કરવા એક કમિટીની રચના કરવામાં આવી હતી તેમજ સુરક્ષાની બાબતમાં બેદરકારી દાખરનાર હોસ્ટેલના સિક્યુરિટી સુપરવાઇઝર અને ગાર્ડ બંનેને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા.ધારપુર મેડિકલ કોલેજમાં બે દિવસ પૂર્વે રાત્રી દરમિયાન એક વિદ્યાર્થીના વાલી કેટલાક માણસો સાથે રાત્રિ દરમિયાન હોસ્ટેલમાં ઘૂસી સિનિયર વિદ્યાર્થીઓને તેમના દીકરાને ખોટી રીતે કેમ હેરાન કરવામાં આવે છે તેવી બાબતે અભદ્ર ભાષામાં ગાળો બોલી જાતિગત શબ્દો વાપરી અપમાનિત કરી ધમકીઓ સાથે દાદાગીરી કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ વિદ્યાર્થીઓ દ્વારા ઉતારવામાં આવ્યો હતો.જે વીડિયો વાઇરલ થતા સમગ્ર કોલેજમાં વિદ્યાર્થીઓમાં વાયરલ થયો હતો. વિદ્યાર્થીઓ એકત્રિત થઈ હોસ્ટેલમાં આ રીતે દાદાગીરીની ઘટના અને વીડિયો તાત્કાલિક હોસ્ટેલમાં સિક્યુરિટી ઉભી કરવામાં આવે તેમ જ ગેરકાયદેસર રીતે હોસ્ટેલમાં ઘૂસી દાદાગીરી મામલે કાયદેસરની કાર્યવાહી થાય અને હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુરક્ષા ઉભી કરવામાં આવે તેવી માંગ સાથે ડીનની ઓફિસ બહાર શુક્રવારે વહેલી સવારથી જ સૂત્રોચાર સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વહેલી સવારથી બપોર સુધી વિદ્યાર્થીઓના ભારે હોબાળાને લઈ સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત બોલાવવામાં આવ્યો હતો.

કોલેજની અંદર પ્રથમ વર્ષમાં આવેલા વિદ્યાર્થીને માત્ર તેનું નામ પૂછવામાં આવ્યું હતું. કોલેજમાં આજદિન સુધી એક પણ રેગિંગનો કેસ બન્યો નથી અને બનશે પણ નહીં. છતાં વિદ્યાર્થી દ્વારા ઘરે જઈને ખોટી રીતે તેના વાલીને સિનિયર વિદ્યાર્થીઓ હેરાન કરતા હોવાની વાત કરતા હોસ્ટેલમાં આવી તેના વાલી અને તેની સાથે આવેલા માણસો દ્વારા અમને દાદાગીરી કરી ધાક ધમકી આપવામાં આવી હતી. રાત્રી દરમિયાન કોઈપણ માણસો આમ હોસ્ટેલમાં ખુશી અને દાદાગીરી કરે તે વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમ ઊભી થયું હોય તાત્કાલિક ડીન દ્વારા હોસ્ટેલમાં બનેલ ઘટના મામલે કાર્યવાહી કરવામાં આવે અને પૂરતી સુરક્ષા ઉભી કરવામાં આવે તેવી અમારી માગણી છે.ધારપુરના મેડિકલ ડીન ડોક્ટર હાર્દિક શાહે જણાવ્યું હતું કે સમગ્ર ઘટના મામલે વિદ્યાર્થીઓ રજૂઆત કરી છે. તેમની રજૂઆતના અનુસંધાન હોસ્ટેલમાં શું ઘટના બની છે તેમની તપાસ માટે 8 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જે તપાસ કરીને રિપોર્ટ આપ્યા બાદ આ અંગે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય લેવામાં આવશે તેમજ સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક સુરક્ષામાં બેદરકારી દાખવનાર સિક્યુરિટી સુપરવાઇઝર અને ગાર્ડને ફરજ મોકુફ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં હોસ્ટેલમાં આવી કોઈ ઘટના ના બને તેના માટે સિક્યુરિટી વધુ યોગ્ય રીતે કામગીરી કરે તે માટે પણ પગલાં લેવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.