પાટણ યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ વિધાનસભાની મુલાકાત લીધી

પાટણ
પાટણ

પાટણ ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ પોતાના મતવિસ્તારમાં મતદારો ગુજરાત વિધાનસભાની કામગીરીને રૂબરૂ જોઈ શકે તે માટે સતત આમંત્રણો આપતા હોય છે. જે આમંત્રણનો સ્વીકાર કરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એમ.એડબલ્યુના વિદ્યાર્થી તથા કોલેજ કેમ્પસના વિદ્યાર્થી એ ગુજરાત વિધાનસભાની મુલાકાતે પહોંચ્યા હતા.જ્યાં ધારાસભ્ય કીરિટ પટેલ તમામ માટે વિધાનસભા પ્રવેશ માટે પાસની વ્યવસ્થા કરી વિધાનસભાની કામગીરીને જોડે રહીને વિદ્યાર્થીને સમજાવી હતી.


વિદ્યાર્થીઓના ભોજનની પણ વ્યવસ્થા કરી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. આ સમયે પાટણ વિધાનસભાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પણ ધારાસભ્યના આમંત્રણ ને માન આપીને વિધાનસભા જોવા પહોંચ્યા હતા. વિધાનસભામાં મુલાકાતીઓ માટે 250 લોકોની વ્યવસ્થા હોય છે જેમાં પાટણથી ગયેલા વિદ્યાર્થીઓ અને ખેડૂતોથી સંખ્યા વધુ હોય ગુજરાત વિધાનસભા પાટણમય બની હતી.ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ લોકોને વિધાનસભા જોવાની આમંત્રણ આપવાની નીતિ સર્વ વિદ્યાર્થીઓ અને ખેડૂતોએ આવકારી પોતાને ખૂબ માહિતી મળી હોવાનું પણ સ્વીકાર્યું હતું. સમાજ સેવાના અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થી આવી મુલાકાતો કરે તો તેમની કારકિર્દી પણ ઘડાતી હોય છે.એક જાગૃત અને શિક્ષિત ધારાસભ્ય પોતાના મત વિસ્તારની આ રીતે પણ સેવા કરી શકે તે વાત વિધાનસભાના પ્રાગણમાં પણ ચર્ચામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.