પાટણ ના જય જોગમાયા યુવક મંડળ ના સાયકલ યાત્રીઓ નવરાત્રીમાં માં અંબાને આમંત્રણ આપવા પ્રસ્થાન પામ્યા
છેલ્લા 49 વર્ષથી નવરાત્રી પૂર્વે માતાજી નેજુ લેવા સાયકલ યાત્રા દ્વારા અંબાજી જતા પાટણ શહેરના મીરા દરવાજા ભીલવાસના જય જોગમાયા યુવક મંડળના 80 થી વધુ યુવાનો સોમવારે સાયકલ યાત્રા સાથે માં અંબા ના જય જય કાર વચ્ચે પાટણ થી અંબાજી જવા પ્રસ્થાન પામ્યા હતા.
જય જોગમાયા યુવક મંડળના સાયકલ યાત્રીઓને પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે લીલી ઝંડી સાથે યાત્રાની શુભકામના પાઠવી પ્રસ્થાન કરાવ્યું હતું.
મીરા દરવાજા ભીલવાસના જય જોગમાયા યુવક મંડળના સાયકલ યાત્રીઓ માં અંબાના ધામે પહોંચી માતાજીને નેજા ચડાવી માતાજીને નવરાત્રીનું આમંત્રણ આપી નેજા સાથે પરત પાટણ આવ્યા બાદ માના ચાચર ચોકમાં વિધિવત રીતે નવરાત્રી નો પ્રારંભ કરાશે એવું ભીલવાસના જય જોગમાયા યુવક મંડળના સભ્યોએ જણાવ્યું હતું.