હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા ક્રેડીટ માળખામાં સુધારા સાથે ક્રેડિટ ફ્રેમવર્ક સ્વીકારાયું

પાટણ
પાટણ

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 અંતર્ગત સરકારના જીઆર મુજબ કોર્સ સ્ટ્રક્ચર અને ક્રેડિટ ફ્રેમવર્ક સ્વીકારી લેવાયું છે અને આગામી સમયમાં તેનો અમલ શરૂ કરવામાં આવશે. નેશનલ એજ્યુકેશન પોલીસી અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા નવા અભ્યાસક્રમ અને એકસમાન ક્રેડિટ માળખાને સ્વીકારીને ચાલુ સત્રથી તેનો અમલ કરવા સજજતા ધારણ કરવામાં આવી છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એનપીઈ- 2020 અંતર્ગત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનો અને ડીનની સંયુક્ત બેઠક કુલપતિ ડો. રોહિત દેસાઈની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના એમબીએ વિભાગના હોલમાં મળી હતી. આ બેઠકમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિસ્તારના તમામ વિષયોના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનો અને ડીન ઉપસ્થિત રહ્યા હતા અને ક્રેડિટ ફ્રેમવર્ક અને અભ્યાસક્રમમાં જે સુધારા વધારા કરવાની આવશ્યકતા છે તે બાબતે સૌએ પોતાના મંતવ્ય અને સૂચનો રજૂ કર્યા હતા.ત્યારબાદ સરકારના સૂચન મુજબ કોમન ક્રેડિટ સ્ટ્રક્ચર જળવાઈ રહે તે માટે તમામ યુનિવર્સિટીનું એક સમાન સ્ટ્રક્ચર માળખું અને ક્રેડિટ ફ્રેમવર્ક ધ્યાને લઈ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પણ સરકારની સૂચના મુજબ ક્રેડિટ ફ્રેમવર્ક સ્વીકારીને તેનો અમલ કરવા નિર્ણય કરાયો હતો.જોકે,રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સરકાર દ્વારા 132 ની ક્રેડિટ અપાઈ હતી જ્યારે યુનિવર્સિટીએ 144 ની ક્રેડિટ અપનાવી હતી પરંતુ સરકારના જીઆરને અનુરૂપ ને અનુકૂળ થવા માટે આજે તમામ ફેકલ્ટીના ચેરમેન અને ડીનની ઉપસ્થિતિમાં વ્યાપક ચર્ચા વિચારણા બાદ ગુજરાત સરકારના કોમન ફ્રેમવર્કને સ્વીકારીને સિલેબસમાં જે કંઈ સુધારા વધારા કરવાના થાય તે એક અઠવાડિયામાં કરી દઈને યુનિવર્સિટીમાં જમા કરાવી દેવા નક્કી કરાયું હતું. વળી, આગામી 27 જુલાઈએ એકેડેમિકની બેઠક બોલાવીને તેમાં તેને મંજૂર કરાવીને તેનું અમલીકરણ કરવા હકારાત્મક અભિગમ અપનાવાયો હતો.આ બાબતે વિવિધ અભ્યાસક્રમોમાં સુધારા વધારા બાબતે જે તે વિષયોના બોર્ડ ઓફ સ્ટડીઝના ચેરમેનોને સત્તા આપીને નવા સુધારા કરી ઝડપથી જમા કરાવી દેવા જણાવાયું હતું.ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત યુનિવર્સિટી દ્વારા ક્રેડિટ માળખું અને સિલેબસમાં સુધારા વધારા કરવા બાબતે યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીઝના તમામ ચેરમેનો અને ડીન સાથે વેકેશન દરમ્યાન ચાર બેઠકો કર્યા બાદ કોર્સ સ્ટ્રક્ચર અને ક્રેડિટ ફ્રેમવર્ક બનાવાયું હતું પરંતુ કોમન ક્રેડિટ સ્ટ્રક્ચર જળવાઈ રહે તે માટે તમામ યુનિવર્સિટીનું એક સમાન ક્રેડિટ ફ્રેમવર્ક રહે તે બાબતના ગુજરાત સરકારના જીઆરને સ્વીકારીને તેનું અમલીકરણ કરવા આજની મહત્વની બેઠકમાં નિર્ણય કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.