ઘરેલું હિંસાનો ભોગ બનેલી પાટણની મહિલાને દર મહિને રૂ.10 હજારનું ભરણપોષણ ચૂકવવા કોર્ટનો આદેશ
ઘરેલું હિંસાનો ભોગ બનેલી પાટણમાં રહેતી એક પરિણીત મહિલાને પાટણ જયુડીસીયલન કોર્ટનાં મેજિસ્ટ્રેટે આ મહિલાના પતિ તેમની પત્ની (અરજદાર)ને વચગાળાનાં ભરણપોષણ પેટે માસિક રૂા. 10 હજાર દરમહિને નિયમિત રીતે અરજીની તારીખથી ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
પાટણની કોર્ટે વધુમાં એવો પણ હુકમ કર્યો છે કે, આ અરજદાર મહિલાનાં પતિએ મકાનનાં બાકી નિકળતા લોનનાં તમામ હપ્તાઓ ભરવાનાં રહેશે. તથા અગાઉનાં બાકી રહેલા લોનનાં હપ્તા પણ પતિએ બેંકમાં ભરપાઇ કરવાનાં રહેશે. તથા અરજદાર મહિલા (પત્નિ)નાં રહેઠાણની વ્યવસ્થા પેટે માસિક રૂપિયા 10 હજાર અરજદારને તેનાં પતિએ નિયમિત ચૂકવી આપવાનાં રહેશે.