પાટણ શહેરમાં કોરોના સંક્રમણ બેફામ બન્યું,નવા ૩ કેસ નોંધાયા
રખેવાળ ન્યુઝ પાટણ : પાટણમાં જીલ્લામાં ગલકાલે કોરોનાના નવા ત્રણ કેસ સામે આવ્યા છે. એક કેસ હારીજ અને પાટણ શહેરમાં બે કેસ મળી કુલ ત્રણ નવા કેસ આવતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામની સ્થિતિ છે. પાટણ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ બેકાબૂ બન્યુ હોય તેમ દરરોજ નવા કેસો સામે આવી રહ્યા છે. પાટણ જીલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૧૧૯ કેસ નોંધાયા છે. પાટણ જીલ્લામાં ત્રણ લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. પાટણ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ બેફામ બન્યુ છે. આજે શહેરના નવા ગંજબજાર પાછળ, ચાણસ્મા હાઇવે પર આવેલી કલ્પવૃક્ષ સોસાયટીમાં ૩૧ વર્ષીય પુરૂષ અને કેનાલ રોડ પર આવેલી સારથી રેસીડેન્સીમાં ૭૦ વર્ષીય સ્ત્રી સહિત હારીજ શહેરમાં નાના ગણપતિ મંદીર પાસે ૨૬ વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી પાટણમાં શહેરમાં દરરોજ કેસો સામે આવતા સ્થાનિક સંક્રમણ બેફામ બન્યુ છે. જેમાં આજે પાટણ શહેરમાં નવા બે કેસ આવ્યા છે. આ સાથે હારીજમાં પણ એક કેસ આવતા ત્રણેય દર્દીઓને તાત્કાલિક સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આજે કોરોના પોઝિટીવ આવેલા તમામ દર્દીઓને ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ અને તાવના લક્ષણો હતા.