સમીનાં અમરાપુર ગામની પવનચક્કી માંથી 2.92 લાખના કોપર કેબલની ચોરી

પાટણ
પાટણ

સમી તાલુકાનાં અમરાપુર ગામની સીમમાં ઉર્જા કંપની દ્વારા મુકવામાં આવેલી પવનચક્કીઓમાંથી કોઇ શખ્સ દરમ્યાન ના ગાળામાં રૂા.2,92,500ની કિંમતનાં 450 કિલો જેટલા કોપર વાયરોની ચોરી કરી ગયા હતાં.સમી તાલુકાના અમરાપુર સીમમાં સીમેન્સ ગમેશા કંપની દ્વારા પવનચક્કીઓ મૂકવામાં આવી છે. આ પવનચક્કીનાં લોકેશન નં. એસએફ-231 ઉપરની ડી.પી. ટ્રાન્સફોર્મરને કોઇએ નીચે પાડીને તેને તોડી નાંખીને તેમાંથી કોપર વાયરની ચોરી કોઇ કરી ગયું હતું. જે 450કિલોનો હતો ને તેની કિંમત રૂા.2,92,500ની હતી. આ પવનચક્કી બંધ હોવાથી આ લોકેશન પર અત્રેનો સિક્યુરીટી ગાર્ડ રોજ વિઝીટ કરી હતી. તે પછી આ લોકેશનની ડી.પી.માં ચોરી થઇ હોવાનું સિક્યોરીટી ગાર્ડે તેનાં ફિલ્ડ ઓફીસરને જાણ કરતાં ફિલ્ડ ઓફિસર અરવિંદભાઇ પટેલ રે. ખુમાપુર, તા. ભિલોડાવાળાએ સ્થળની મુલાકાત લીધા બાદ ચોરી અંગે સમી પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.