શહેરનાં બાગ બગીચાની મરામત-જાળવણી માટે ચિંતન કરાયું

પાટણ
પાટણ

પાટણ શહેરનાં બિસ્માર અને ઉજ્જડ બનવા જઈ રહેલા શહેરનાં ઘરેણા સમાન આનંદ સરોવર સહિત શહેરનાં અન્ય બગીચાઓની સુધારણા માટે પાટણ નગરપાલિકા ખાતે યોજાયેલી બાગ બગીચા સમિતિની બેઠકમાં ચિંતન કરાયું હતું.

પાટણ નગરપાલિકાની બાગબગીચા સમિતિનાં ચેરમેન ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાટણનાં આનંદ સરોવરમાં 13 ઉપરાંત સી.સી.ટી.વી. મુકવા, અત્રે આવતા સહેલાણીઓનાં મનોરંજન માટે ગીતો ભજનો સાંભળી શકે તે હેતુથી સ્પિકરો મુકવાનું નક્કી કરાયું હતું.

તથા શહેરનાં તમામ બગીચાઓને નવપલ્લવિત કરવામાં આવશે. આ ઉપરાંત આનંદ સરોવરમાં ત્રણ ઇનલેટ નાળામાંથી આવતા ગંદા પાણીને અટકાવવા માટે લોખંડનાં દરવાજા મુકવામાં આવશે. આ ઉપરાંત તળાવમાં ઉગેલી લીલી વેલનાં નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તથા શહેરનાં બગીચાઓમાં સુધારણા અને મેન્ટેનન્સ માટે ૨૦ મજુરોની ફાળવણી કરાઇ હતી.

આ ઉપરાંત પાટણનાં પારેવા સર્કલથી ખાલકશા પીર રોડ ઉપર આવેલા બગીચાઓને રિડેવલપ કરવાનો નિર્ણય કરાયો હતો. તમામ બાગ બગીચામાં જરૂરીયાત મુજબ બ્લોકપેવીંગ, સ્ટ્રીટલાઈટ, પાણીની વ્યવસ્થા કરવાનો નિર્ણય કરાયો હતો. જ્યાં શહેરનાં બગીચાઓની મરામત નિભાવણી માટે આઉટ સોર્સિંગથી ઠેકો આપી કર્મચારીઓને રોકવામાં આવશે. આ બેઠકમાં કારોબારી ચેરમેન મુકેશ જે. પટેલ, મહેશ પટેલ,, ઉપપ્રમુખ હિનાબેન શાહ, મનોજ કે. પટેલ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.