પાટણમાં નવીન બનેલા ઓવરબ્રિજનું સરકાર ઉદ્ધાટન કરે તે પહેલા કોગ્રેસના કાર્યકરોએ બ્રિજને ખુલ્લો મુક્યો
પાટણના મુખ્ય પ્રવેશદ્વાર પાસે નિર્માણ થઈ રહેલા બીજા ઓવરબ્રીજની અમૂલ્ય ભેટ પાટણવાસીઓને દિવાળી પૂર્વે જ આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી હતી. આ ઓવરબ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન થવાનું હતું તે માટે આજના દિવસની તારીખ માંગવામાં આવી હતી. જોકે, આજની તારીખ મળી ન હતી. આ દરમિયાન આજે સવારે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત કોગ્રેસના કાર્યકરોએ આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરી નાખ્યું હતું. કોંગ્રેસે ઓવરબ્રિજને ખુલ્લો મુક્યો હતો. જેથી ત્યાથી વાહન ચાલકો પર પસાર થયા હતા.
સિધ્ધપુર -ચાણસ્મા અને ડીસા હાઈવેને જોડતો પાટણમાં પ્રવેશવાના મુખ્ય પ્રવેશદ્વાર પર અગાઉ ભારે વાહનોની આવનજાવનને લઈ ટ્રાફીકની સમસ્યા સર્જાતી હતી. આ માર્ગ પર આંતરે દિવસે નાના મોટા અકસ્માતોની ઘટનાઓ પ્રકાશમાં આવતી હતી. ગોલ્ડન બ્રીજના નિર્માણ બાદ સિદ્ધપુર ચાર રસ્તાના સર્કલ પાસે સર્જાતી ટ્રાફીક સમસ્યાને હલ કરવા આ માર્ગ ૫૨ ઓવરબ્રીજ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. સરકારે સિધ્ધપુર ચાર રસ્તાથી ચાણસ્મા અને ડીસા હાઈવેને જોડતા માર્ગ પર ઓવરબ્રીજ બનાવવા માટે રુપિયા 27 કરોડની વહીવટી મંજૂરી આપ્યા બાદ બ્રીજની કામગીરી શરુ કરવામાં આવી હતી.