ચોરી કર્યાની કબૂલાત : પાટણ એલ.સી.બી એ આઠ બાઈક ચોરીમાં ત્રણ આરોપીઓ દબોચ્યા
એલ.સી.બી. પાટણના પોલીસ સ્ટાફના માણસો જિલ્લામાં બનેલા વાહન ચોરીના બનાવની વિઝિટ લઇ ટેક્નિકલ અને હ્યુમન સોર્સથી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન બાતમીદારો મારફતે વાહન ચોરી કરનાર ઇસમો બાબતે સચોટ બાતમી મેળવી પાટણ એલ.સી.બી ઓફીસ ખાતે લાવી પુછપરછ કરતાં વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે. પકડાયેલા આરોપીઓની પુછપરછ કરતા રંવિ વજાભાઇ રાવળ રહે ભિલોટ તા.રાધનપુર જિ.પાટણ, ભરત ઇશ્વરભાઇ રાવળ રહે. ચિભડા તા.દિયોદર જિ.બનાસકાંઠાએ રાધનપુર શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી રાત્રીના 8થી 10 વાગ્યાની આસપાસ અલગ અલગ જગ્યાએથી સાત બાઇકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
તેમજ એક બાઇક પાટણ જનતા હોસ્પિટલ આગળથી ચોરી કરેલાની કબુલાત કરી છે. બાઇક ચોરી બાબતે જે તે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદો દાખલ થયેલી છે. તેમજ બંને ઇસમો ચોરી કરેલી તમામ બાઇક દિનેશભાઇ મેવાભાઇ ઠાકોર રહે. ધ્રાડવા તા.સાંતલપુર વાળાને આપી છે. જે તમામ બાઇક પાટણ એલ.સી.બી દ્વારા રિક્વર કરી જે તે પોલીસ સ્ટેશન સોંપવા અંગેની કાર્યવાહી કરી હતી.
પકડાયેલા આરોપીઓ
રવિ વજાભાઇ રાવળ રહે ભિલોટ તા.રાધનપુર જિ.પાટણ
ભરત ઇશ્વરભાઇ રાવળ રહે. ચિભડા તા.દિયોદર જિ.બનાસકાંઠા
દિનેશભાઇ મેવાભાઇ ઠાકોર રહે. ધ્રાડવા તા.સાંતલપુર જિ.પાટણ
Tags Confession LCB patan