પાટણના ધારપુર પાસે ટ્રકે ટક્કર મારતાં ઇકો ચાલકને ગંભીર ઇજાઓ

પાટણ
પાટણ

પાટણ-ઊંઝા હાઇવે ઉપર એક ટ્રક અને ડમ્પર અથડાયાની બનેલી અકસ્માતની ગોઝારી ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ગઇકાલે રાત્રે વધુ એક અકસ્માત ટ્રક અને ઇકો વચ્ચે સર્જાતાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.આ અંગેની મળતી માહિતી મુજબ પાટણમાં રહેતા સૂર્યકાન્ત અમૃતભાઇ સુથાર ગતરોજ પોતાની ઇકો ગાડી લઇને સવારે વિજાપુર ગયા હતા અને રાત્રે નવેક વાગે તેઓ પાટણ તરફ આવતા હતા ત્યારે પાટણ બાલીસણા વચ્ચે પાટણ તાલુકાનાં ધારપુર ગામનાં બસ સ્ટેન્ડ પાસે હાઇવે ઉપર એક લોડીંગ ટ્રક રિવર્સ મારતો હતો ત્યારે તેણે ઇકોને ટક્કર મારતાં તેનાં ચાલક સૂર્યકાંતભાઇને માથામાં, પેટમાં, છાતીમાં ઇજાઓ થતાં તથા કાચ વાગતાં તેમને પાટણની ઘારપુર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. ડૉક્ટરે તેમને હેમરેજ થયાનું જણાવ્યું હતું. આ બનાવ અંગેની જાણ તેમનાં ભાઇ ભાઇલાલભાઈ સુથાર રે. નંદનવન સોસાયટી, પાટણવાળાને થતાં તેઓ તથા અન્યો ધારપુર સિવિલ ખાતે દોડી ગયા હતા. આ બનાવ અંગે ભાઇલાલભાઇએ બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.