સરસ્વતિ ના મેલુસણ ગામે હેલ્થ વકૅરને ત્રણ શખ્સો એ માર માર્યો શખ્સો વિરુદ્ધ ફરિયાદ

પાટણ
પાટણ

હેલ્થ વર્કર દ્વારા માર મારનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી: સરસ્વતિ તાલુકાનાં મેલુસણ ગામે બપોરે 12.30 વાગ્યાના સુમારે સબ સેન્ટરમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતાં પ્રકાશભાઈ મુકેશભાઈ જયસ્વાલ (ઉ.વ.25) રે. ખડોસણ, તા. ભાભર, હાલ રે. ભવાનીધામ સોસાયટી, પાટણવાળા પોતાની સરકારી ફરજ ઉપર હતા ત્યારે એક વ્યક્તિ અને બીજા બે અજાણ્યા શખ્સોએ તેમની ઓફીસે જઈને માર મારીને ગાળો બોલી ધમકી આપી હતી. આ બનાવ અંગે  સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા 121 (1) 296(બી) 351(2) 54 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગેની મળતી માહિતી મુજબ સરસ્વતિ તાલુકાનાં કાંસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી હેઠળ આવતાં મેલુસણ સબ સેન્ટરમાં હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતાં પ્રકાશ કલાલનાં આક્ષેપ મુજબ તેઓ અને તેમનાં સહકર્મીઓ પોતાનાં તાબા હેઠળનાં ગામોમાં આરોગ્યલક્ષી મુલાકાતો કરતાં હોય ત્યારે મેલુસણનાં એક વ્યક્તિ તેમને અમારા ગામમાં આરોગ્યમાં નોકરી કરવી હોય તો ગામમાં દરેક ઘરે ફરવું અને રોગચાળો થાય નહિં તેનું ધ્યાન રાખવું, નહિં તો અમારા ગામમાંથી નોકરી છોડી દે. એમ કહીને તેમને ટોર્ચર કરતા પરંતુ તેઓ સાંભળી લેતા હતા.

હેલ્થ વર્કર પ્રકાશ કલાલ મેલુંસણ ગ્રામ પંચાયતની ગ્રામસભાની મીટીંગ પૂર્ણ કરી તેમની ઓફિસે જતાં એક વ્યક્તિએ તેમને જોર જોરથી કહેલ કે, ચાંદીપુરા વાઇરસ ફાટી નિકળ્યો છતાં તમે તેની કોઈ કાર્યવાહી કે કામ કરતાં નથી તેમ કહી બધાની વચ્ચે અપમાનીત કર્યા હતા. ત્યારે પ્રકાશે કહેલ કે, તે તેમની ફરજ યોગ્ય રીતે બજાવીએ છીએ. એમ કહી બાદમાં પ્રકાશે એ વ્યક્તિને ફોન કરીને પોતાની ફરજો અંગે વારંવાર જણાવશો નહિં તેમ કહેલું. થોડીવાર બાદ એ વ્યક્તિએ પ્રકાશ કલાલને ફોન કરીને ચર્ચા કરી હતી. બાદમાં બપોરે સાડા ચારેક વાગ્યે આ વ્યક્તિ અન્યબે અજાણ્યા શખ્સો સાથે આવીને પ્રકાશ કલાલને ગાળો બોલીને અમારા ગામમાં નોકરી કરવી છે ને અમારી સામે બોલે છે ? તેમ કહીને ધોકાથી માર મારી લાફો મારીને બદલી કરાવી દેવાની ધમકી આપતા પ્રકાશ કલાલે પીએચસીના ડો. દર્શિલ જોશીને સઘળી હકીકત જણાવતા તેમણે ફરિયાદ કરવાનું કહેતાં પ્રકાશ કલાલે ઉપરોક્ત બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.