પાટણમાં બાળમજૂરો મુક્ત કરાવ્યા કામ કરાવતાં બે માલિકો સામે ફરિયાદ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા અમલીકરણ અધિકારીઓ મારફતે જૂન માસમાં સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં ચાની કિટલી, નાસ્તા પાણીની હોટલો જેવા સ્થળો ઉપર મજૂરી કરતાં બાળકોને મુક્ત કરાવવા પાટણમાં શ્રમ અધિકારીની ટીમે 82 સ્થળો ઉપર ફરી હતી. તેમાં 14 વર્ષથી મોટા 11 તરુણ બાળકોને બાળમજૂરી મુક્ત કરાવ્યા હતા. તે સંચાલકોને નોટિસ આપવામાં આવી હતી. પાટણ અને મોટા નાયતા ગામ ખાતેથી બે બાળકો 14 વર્ષથી નાના બાળકો પાસે બાળમજૂરી કરાવતા સંચાલક સામે બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ,1986 હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેવું પાટણ સરકારી શ્રમ અધિકારી મનસ્વી કથિરીયા એ જણાવ્યું હતું.મોટા નાયતા ગામ નજીક બજરંગ કાઠીયાવાડી હોટલમાં રેડ કરી હતી. 13 વર્ષના બાળકને હોટલ સંચાલકે ગ્રાહકોને પાણી ભરીને આપવા માટે રાખ્યો હતો. તે બાળકને મજૂરી માંથી મુક્ત કરી પાટણ ચિલ્ડ્રન હોમ ખાતે ખસેડ્યો હતો. પાટણ શ્રમ અધિકારી એમ.એમ.કથીરીયાએ સરસ્વતી પોલીસ મથકે હોટલ સંચાલક ઠાકોર વિક્રમજી બાબુજી રહે. મોટા નાયતા સામે ફરિયાદ દાખલ કરી હતી. તેની તપાસ અધિકારી હેડ કોસ્ટેબલ મહેન્દ્રસિંહ ચમનસિંહ એ હાથ ધરી હતી.01.05.2023 સોમવારના રોજ રાત્રે 8.00 કલાકે સરકારી શ્રમ અધિકારી એમ.એમ.કથિરીયા સહિત પાટણ શહેરમાં બાળ શ્રમયોગી નાબૂદી રેડ કરવામાં આવી હતી. નીલમ સિનેમાની પાસેની નાસ્તા હાઉસની લારી પર બાળક હેલ્પર તરીકે કામ કરતાં નજરે પડયાં હતા.

બાળકની પૂછપરછ કરતા તેઓની ઉંમર 12 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું. હાલમાં બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ,1986 હેઠળ કાર્યવાહી કરીને બાળકને પાલડી ખાતેના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં સોંપવામાં આવ્યું છે. સરકારી શ્રમ અધિકારી દ્વારા પાટણ શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નાસ્તા હાઉસના માલિક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.