પાટણમાં ધો-10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો પ્રારંભ

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં ધોરણ 10ના 4262 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.જે માટે પાટણ શહેર ના 11 સેન્ટર કુલ 109 યોજાઈ હતી. ધો 12 વિજ્ઞાન પ્રવાહ માં માત્ર 265 વિદ્યાર્થીઓ માટે એક બીડી હાઈસ્કૂલ કેન્દ્રો પર કરવામાં આવી છે .જેમાં 265 પરીક્ષા આપશે.તો સામાન્ય પ્રવાહ માં ની પરીક્ષા 13 જુલાઈ થી શરૂ થશે જેમાં 1558 વિદ્યાર્થીઓની પરીક્ષા 100 સેન્ટરો પર 53 બ્લોક મા યોજાશે. આમ ધો10 ના નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે બેઝિક ગણિત પેપર શાંતિપૂર્ણ માહોલ માં પરીક્ષા આપી રહ્યા છે.

પાટણ માં વહેલી સવાર થીજ વરસાદ શરૂ થયો હતો ત્યારે પાટણ જિલ્લા માંથી પરીક્ષા આપવામાં આવેલ વિદ્યાર્થીઓ ને વરસાદ થઈ ને પસાર થાઉં પડ્યું હતું ધો 10ની નાપાસ થયેલ વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા શરૂ થવાના અડધો કલાક પહેલાં વિદ્યાર્થીઓ કોઈ સાહિત્ય સાથે લાવ્યા નથીને એ ચેક કરી ને વિદ્યાર્થીઓને શાળા માં પ્રવેશ આપવામાં આવ્યો હતો.પરીક્ષા આપવા માટે આવેલ વિદ્યાર્થીઓ ના બેગ ,બુટ, ચપ્પલ, મોજા, સહિત વસ્તુઓ પરીક્ષા ખંડ ની બહાર કાઢવવા માં આવ્યા હતા.

વરસતા વરસાદ માં પરીક્ષા સેન્ટર બહાર પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ને મુકવા માટે આવેલ વાલીઓનો છત્રી સાથે જમાવડો જોવા મળ્યો હતો .અને પરીક્ષા સમય દરમ્યાન વાલીઓ પણ બહાર જોવા મળ્યા હતા. અધિક જિલ્લા કલેક્ટર દ્વારા પરીક્ષાને 200 મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓને દાખલ થવા પર તેમજ ઝેરોક્ષ અને કોપીંગ મશીન બંધ રાખવા તેમજ પરીક્ષા સ્થથે મોબાઈલ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો લઇ જવા પર પણ પ્રતિબંધ ફરમાવાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.