![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/08/09-23.jpg)
પાટણ-ભિલડી રેલવે સેકશનમાં હેવી ક્લિનીંગ મશીનો દ્વારા ટ્રેકની સફાઇ હાથ ધરાઇ
પાટણનાં રેલ્વે સ્ટેશન ઉપર અત્યારે પાટણ-કાંસા-ભિલડી રેલ્વે લાઇનની રેલ્વે ટ્રેક (પાટા) તથા તેની અંદરના પથ્થરોનું સુગ્રથિત ગોઠવણી અને સફાઇ કરવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા બે દિવસથી પાટણનાં સ્ટેશને ટ્રેક ક્લિનિંગ મશીનોનાં જુદા જુદા યુનિટો ધરાવતા મશીનો તથા સાથે સાથે એક કર્મચારીઓ માટેની ખાસ કોચવાળી ટ્રેન પણ આવેલી છે.
આ મશીનનાં એક કર્મચારીને પુછતાં તેણે જણાવ્યું કે, તેઓએ અગાઉ મહેસાણા – વડનગર અને મહેસાણા-પાલનપુર લાઈનનાં સેક્શનોમાં રેલ્વે ટ્રેકની દુરસ્તી કરી હતી. અને હવે તેઓ પાટણ-ભીલડી સેક્શનમાં આવ્યા છે. તેઓ આ મશીનો વડે રેલ્વેનાં પાટાઓને ઉંચકીને તેની અંદરની ભરાયેલી માટી રેત સાફ કરીને તેની ફરતેનાં મેટલોને પુનઃ યથાવત કરીને મેન્ટેનન્સ કરી રહ્યા છે. કોમ્પ્રેસર પધ્ધતિથી આ કામગીરી ચાલી રહી છે.