ચાણસ્મા નગરપાલિકાનાં ચીફ ઓફીસરનાં જામીન નામંજૂર ચીફ ઓફીસર અને મ્યુનિ.એન્જીનીયર રૂ. 70 હજારની લાંચ માંગવાનાં કેસમાં સપડાયા હતા

પાટણ
પાટણ

રૂ.70,000ની લાંચ માંગવાના આરોપસર પાટણ એસીબીનાં લાંચના છટકામાં સપડાયેલા ચાણસ્માનાં ચીક ઓફીસર સંજય પટેલની નિયમિત જામીન અરજી પાટણનાં સેસન્સ જજ જી.જે. શાહે ફગાવી દીધી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે, આરોપી સામે પ્રથમ દર્શનીય કેસ જણાઈ આવે છે. આ કેસમાં આરોપી પુરતી તપાસ જારી છે. આ કેસમાં હજુ ચાર્જસીટ થયેલ નથી. વળી આરોપી ચીફ ઓફીસર તરીકે ફરજ બજાવતા હોવાથી જામીન આપવાથી તપાસને વિપરિત અસર થવાની શક્યતાને નકારી શકાય નહિ. આરોપી પોતાનાં હોદ્દા ઉપયોગ દ્વારા કચેરીમાં રસ્ટેલા પૂરાવા તથા કચેરીમાં દ્વાર પ્રયત્ન કરે તેવી શક્યતા પણ નકારી શકાય નહિં. આરોપી વિરુધ્ધ પોતાની સરકારી ફરજ દરમ્યાન લાંચની માંગણી જેવા ગંભીર પ્રકારનાં ગુનાનો આરોપ છે.

આ કેસની વિગતો એવી છે કે, ચાણસ્મા નગરપાલિકાનાં વિકાસ કામોનાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે નિમાયેલી એજન્સીનાં એન્જીનીયરે તેમની કંપનીનાં સાત બીલોની ચુકવણી કરવા જણાવતા ચીફ ઓફિસર અને પાલિકા ના સિટી ઈજનેરે લાંચની માગણી કરતા કરતાં તા. 10-10-23નાં રોજ ફરિયાદીએ લાંચનું છટકું ગોઠવીને જે તે વખતે સીટી ઇજનેરની અટકાયત કરી હતી. બાદમાં ચીફ ઓફીસરની અટકાયત થઇ હતી. આ કેસમાં સરકારી વકીલ ડૉ. મિતેશ ડી. પંડ્યાએ રજુઆતો કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.