સિદ્ધપુરના ચંદ્રવતી ગામે વિવિધ પશુલક્ષી કેમ્પ યોજાયો

પાટણ
પાટણ

પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત વિવિધ પશુલક્ષી પશુ ચિકિતશાલય માંડોત્રી દ્વારા સિદ્ધપુરના ચંદ્રાવતી ગામે વિવિધ પશુલક્ષી સારવાર અને સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુ ગામના પશુપાલકોએ પોતાના પશુઓની દવા કરાવી હતી.પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત વિવિધ પશુલક્ષી પશુ ચિકિતશાલય માંડોત્રી દ્વારા સિદ્ધપુરના ચંદ્રવતી ગામે વિવિધપશુ લક્ષી સારવાર સર્જીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેજર પશુ કેમ્પમાં મેડીસીન, શસ્ત્રક્રિયા, જાતિય આરોગ્ય તથા કૃમિનાશક દવા પીવડાવવાના કુલ 477 પશુઓને સારવાર આપી હતી. જેમાં અમદાવાદ વિભાગના વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક, ડૉ. કે.જી.બ્રહ્મક્ષત્રી, જિલ્લા પશુપાલન અધિકારી,, ડૉ.બી.એમ.સરગરા , ઉપસ્થિતિ રહી પશુપાલકોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડેલ હતું.


ગામના તથા આજુબાજુના ગામમાંથી બહોળી સંખ્યામાં પશુપાલકોએ પોતાની માલિકીના પશુઓની સારવાર કરાવી હતી. આ કેમ્પમાં નાયબ પશુપાલન નિયામક વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય માંડોત્રીના ડૉ.સી.આર.પ્રજાપતિ,મદદનીશ પશુપાલન નિયામક, પશુરોગ અન્વેષણ એકમ,માંડોત્રી પાટણના ડૉ.ટી.જે.પટેલ, પશુ ચિકિત્સા અધિકારી પશુ દવાખાના સિદ્ધપુર ના ડૉ.એમ.એ.નાંદોલિયા, પશુધન નિરીક્ષક આર.એન.પટેલ તથા પશુધન નિરીક્ષક એચ.ડી.પટેલઓએ સેવાઓ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.