કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આવતીકાલથી પાટણની મુલાકાતે આવશે

પાટણ
પાટણ

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ આવતીકાલ 21 ઓગસ્ટથી પાટણ જિલ્લાની મુલાકાતે છે.જેઓ બે દિવસના પ્રવાસ દરમિયાન પાટણના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે તેમજ જિલ્લામાં સરકારી યોજનાઓનો કેટલો લાભ સ્થાનિક લોકો સુધી પહચ્યો છે જેની વિગતો જિલ્લાના સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવશે.કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના પાટણ પ્રવાસને લઈને આજે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી.કેન્દ્રીય કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ દેશમાં ઉદ્યોગ,ફૂડ,ગ્રાહક નિવારણ,ટેકસટાઇલ્સ તેમજ અન્ન અને નાગરિક પુરવઠા વિતરણ વિભાગ સંભાળે છે.જેઓ પ્રવાસના પ્રથમ દિવસે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના હેલીપેડ પર ઉતર્યા બાદ તેમના રાજકીય કાર્યક્રમોમાં સહભાગી બનશે.જે બાદ સાંજે પાટણ સર્કિટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કરશે.કેન્દ્રના કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ બીજા દિવસે સવારે રાણકી વાવની મુલાકાત લેશે.જે બાદ પાટણની ઓળખ એવા પટોળા હાઉસની મુલાકાતે જશે પટોળા હાઉસની મુલાકાત બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કાલિકા માતાના પૌરાણિક મંદિરે દર્શન કરી પાટણના ભદ્રાડા ગામે જવા રવાના થશે.જ્યાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ સ્થાનિક લોકો સાથે સીધો સંવાદ કરશે.જે બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સંબોધિત કર્યા બાદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી સરકારી યોજનાઓના લાભ થકી તેમનાં જીવનમાં આવેલા પરિવર્તન વિષે વિગતો મેળવશે.ત્યારબાદ તેઓ જિલ્લા કલેકટર ઓફિસે જિલ્લાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજશે.જેમાં જીલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જીલ્લાની વિકાસ સંબંધિત માહિતીથી કેન્દ્રીય મંત્રીને અવગત કરશે.જે બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પોતાના પાટણ જિલ્લાના પ્રવાસ દરમ્યાનની વિગતો મામલે મીડિયા મિત્રો સાથે સંવાદ કરી પોતાના પ્રવાસની પૂર્ણાહુતિ કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.