શંખેશ્વરના મુજપુર પાસે થી ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયા

પાટણ
પાટણ

પાટણ એસ.ઓજી પોલીસે શંખેશ્વરના મુજપુર ગામ પાસેથી પરમીટ વગરની દેશી બનાવટની પિસ્તોલ અને દેશી બનાવટના બે તમંચા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે તેમની વિરુદ્ધ આમ્સ એક મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ બે આરોપી સામે લૂંટ અને હત્યા સહિતના ગુનાઓ નોંધાયેલ છે.એસઓજી પોલીસની ટીમ શંખેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, મુજપુર ગામ તરફથી એક મોટર સાયકલ પર બે ઈસમો સવાર થઈ હથિયાર લાવી રહ્યા છે. જેથી એસ ઓ જી પોલીસની ટીમ દ્વારા મુજપુરથી ટુવડ જતા કુવારદ ચાર રસ્તા એપ્રોચ રોડ ઉપર વોચમાં હતી, તે દરમિયાન મુજપુર ગામ તરફથી એક મોટરસાયકલ ઉપર રૂગનાથ ભાઈ ઉર્ફે ભોટીયો મુજપુર વાળો, અને રાજુભાઈને પકડી તપાસ કરતા તેમની પાસેથી પરમીટ વગરની પિસ્તોલ મળી આવતા તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા શંખેશ્વર પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોલીસે બે ઈસમો સામે આમર્સ એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.

બંને ઈસમો પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ એક તેમજ દેશી બનાવટના તમંચા નંગ બે અને મોટરસાયકલ મળી કુલ 1,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અન્ય ત્રણ આરોપી સૈયદ કયુમભાઈ રહીમભાઈ રહે સમી મોટો માઢ, હનીફભાઈ અંબ્બાસભાઈ તુવર રહે મુજપુર શંખેશ્વર, અને રસુલમીયા રહે ચંદ્રોડા તાલુકો હારીજ વાળાને પકડવાના બાકી છે.સિધ્ધપુરના ડીવાયએસપી કે. કે.પંડ્યાએ જણાવ્યું હતું કે, એસ ઓ જી પોલીસ વોચમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, બે ઈસમો હથિયાર વેચવાની ફિરાકમાં છે ત્યારે તેને વોચ ગોઢવી તાપસ કરતા રૂગનાથ ભાઈ પાસેથી દેશી બનાવટ ની એક પિસ્તોલ અને એક દેશી તમંચો મળી આવેલ અને રાજુભાઇ ભરવાડ પાસેથી એક તમંચા મળી આવેલ આ તામમ મુદામાલ કબજે કરી શંખેશ્વર પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ આમર્સ એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવે છે.તેની તપાસ શંખેશ્વર પી આઈ કરી રહ્યા છે.ત્યારે બે આરોપી પકડયા છે તેનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં ખૂન, લૂંટનો ગુનો સામેલ છે અન્ય ત્રણ આરોપીના નામ ખૂલેલ છે જેનો પણ ગુનાહિત ઇતિહાસ છે જેમને પણ પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.