ઢોર ડબ્બાની ઝુંબેશ દરમિયાન પાલિકાના કમૅચારીઓની ઢોર માલિકોની સાઠ ગાઠ ના આક્ષેપ ઉઠ્યા

પાટણ
પાટણ

ઢોર ડબ્બાની ઝુંબેશ દરમિયાન પાલિકાના કમૅચારીઓની ઢોર માલિકોની સાઠ ગાઠ ના આક્ષેપ ઉઠ્યા: પાટણ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાને ધ્યાનમાં રાખીને મંગળવારે શહેરમાંથી નીકળનારી તિરંગા યાત્રા અને લઈને પાટણ નગરપાલિકા તંત્ર દ્વારા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરી હતી.

પાલિકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી ઢોર ડબ્બાની ઝુંબેશને લઈને ઢોરોને શહેરના બજાર માર્ગો સહિત મહોલ્લા, પોળો અને સોસાયટીમાં રખડતા મૂકી દેતા પશુપાલકોમાં પોતાના રખડતા ઢોરો પાલિકા તંત્ર દ્વારા ડબ્બે ન કરાય તે માટે નાશ ભાગ મચી જવા પામી હતી.

તો પાટણ શહેરના કેટલાક  પ્રબુદ્ધ નગરજનો પણ આ રખડતા ઢોરને ડબ્બે કરવાની ઝુંબેશ માં સહયોગી બન્યા હતા. પરંતુ પાલિકાની ઢોર ડબ્બા ની કામગીરીમાં જોડાયેલા કેટલાક કર્મચારીઓની રખડતા ઢોરોના માલિકો સાથેની સાઠ ગાંઠને કારણે  મહામુસીબતે ડબ્બે કરાયેલા ઢોરોને ઢોર ડબ્બામાં છોડવાની જગ્યાએ અધવચ્ચે જ છોડી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ કર્મચારીઓ સામે કર્યા હતા.

પાટણ નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રાને લઈને હાથ ધરાયેલી ઢોર ડબ્બે કરવાની ઝુંબેશના કારણે પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પરથી રખડતા ઢોરો ગાયબ થયેલા જોવા મળ્યા હતા. જેના કારણે શહેરીજનોએ પણ હાશકારો અનુભવી કાયમી ધોરણે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોની ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરી શહેરીજનોને ભોગવવી પડતી મુશ્કેલીઓ દૂર કરે તેવી માંગ પ્રબળ બની છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.