પાટણમાં કાર્યરત બ્રહ્માકુમારીની 108 થી વધુ પાઠશાળાના ભાઈ-બહેનોએ ઉજવણીમાં જોડાયા

પાટણ
પાટણ

પરમ પિતા પરમાત્મા ના જ્ઞાનની સાથે સાથે પર્યા-વરણનું જતન અને વ્યસન મુક્તિ ના કાર્યો કરનાર બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય પાટણ પરિવાર દ્વારા અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ સાથે વિવિધ તહેવારોની ભક્તિ સભર માહોલમાંઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવી રહેલા ભાઈ-બહેનના પવિત્ર પર્વ સમા રક્ષા-બંધન ના પર્વની ઉજવણીના ઉપલક્ષ્યમાં રવિવારના રોજ પાટણ-ઉઝા રોડ પર નવનિર્માણ પામેલા ભવન ખાતે પાટણ શહેર અને આજુબાજુમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોના 108 થી વધુ પરમાત્મા નો આત્મસાત કરાવતા પાઠશાળાઓના ભાઈઓ-બહેનો નો અલૌકિક રક્ષાબંધન પવૅ પ.પુ. નિલમ દીદી ના સાનિધ્યમાં યોજવામાં આવ્યો હતો.


પાટણ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત આ અલૌકિક રક્ષાબંધન ના પર્વ પ્રસંગે ઉપસ્થિત સૌ બ્રહ્માકુમારી અને કુમારો ને પ.પુ.નિલમ દીદી એ પરમાત્માના કાર્યમાં સદાય તન મન અને ધનથી જોડાઈ પોતાના આત્માનું કલ્યાણ કરવા જણાવી રક્ષાબંધનના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. બ્રહ્માકુમારી નવીન ભવન ખાતે આયોજિત કરાયેલા અલૌકિક રક્ષાબંધનના પર્વ નિમિત્તે ઉપસ્થિત સૌ ભાઈઓ-બહેનોને નિતાદીદી, નિધીદીદી, હેતલદીદી, મિતલદીદી દ્રારા પરમ પિતા પરમાત્માની અલૌકિક રક્ષા સ્વરૂપે રાખડી બાંધવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.