પાટણમાં ધોરણ 10 અને 12ની બોર્ડનીપરીક્ષા સોમવાર થી શરૂ થશે

પાટણ
પાટણ

પાટણમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા છાત્રોની પૂરક પરીક્ષા આગામી 10 જુલાઈ સોમવારથી શરૂ થનાર છે. જેમાં જિલ્લામાં ધોરણ 10માં 4262, ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 1558 અને વિજ્ઞાન પ્રવાહમાં 265 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જિલ્લાના તમામ છાત્રોની પરીક્ષા એકમાત્ર પાટણ શહેરના વિવિધ સેન્ટરમાં યોજાશે.

પાટણ જિલ્લામાં ધોરણ 10 અને ધો 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 10 જુલાઈથી શરૂ થનાર છે. જેમાં ધોરણ 10ના 4262 છાત્રોની પરીક્ષા શહેરના 11 સેન્ટરો ઉપર કુલ 109 બ્લોકમાં યોજાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર 265 વિદ્યાર્થીઓ છે. એક જ બિલ્ડીંગ બી.ડી વિદ્યાલય પાટણ ખાતે 15 બ્લોકમાં યોજાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 13 જુલાઈના રોજ શરૂ થશે. જેમાં 1558 વિદ્યાર્થીઓની પરીક્ષા 100 પરીક્ષા સેન્ટરો ઉપર 53 બ્લોકમાં યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.