ભાજપના લોકો ઇચ્છે છે કે સંવિધાન ખતમ થઇ જાય પણ કોંગ્રેસ પાર્ટી સંવિધાનની રક્ષા કરે છે : રાહુલ ગાંધી

ગુજરાત
ગુજરાત

પાટણના પ્રગતિ મેદાન ખાતે ન્યાય સંકલ્પ ની જંગી જાહેર સભા ને રાહુલ ગાંધીએ સંબોધિત કરી: પાટણ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સોમવારે પાટણના પ્રગતિ મેદાન ખાતે આયોજિત ન્યાય સંકલ્પ સભામાં ઉપસ્થિત વિશાળ જન મેદની ને સંબોધન કરી હતી. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને વધુમાં વધુ મત આપી વિજય બનાવવા મતદારોને અપીલ કરવા રાહુલ ગાંધી પાટણની મુલાકાતે આવ્યા હતા. જેને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રગતિ મેદાનમાં ઉમટેલ માનવ મહેરામણ ને સંબોધિત કરતાં પૂવે રાહુલ ગાંધી નું તલવાર અને પાધડી પહેરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધીએ અંબાજી માતા અને બહુચર માતાના નામ નો ઉચ્ચાર કરી ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે દેશનો યુવાન જ્યારે સેનામાં જોડાય ત્યારે દેશ ભક્તિની ભાવનાથી જોડાય છે, પણ મને લાગે છે કે અગ્નિવીર યોજના દેશના જવાનોનું અપમાન છે. અમે આ સ્કિમને રદ્દ કરીશું. કારણ કે આ સ્કિમ આર્મી તરફથી નહીં, મોદીની ઓફિસથી આવી છે અને આનાથી દેશને નુકસાન થાય છે.

દર મહિને મહિલાઓના ખાતામાં રૂપિયા એક લાખ આપીશું જે રૂપિયા મહિલાઓના ખાતામાં જશે કેમ કે તેઓ ડબલ કામ કરે છે. અમારી યોજના ‘પહેલી નોકરી પક્કી’માં બેરોજગાર યુવાનને નોકરી મળશે. કોરોડો યુવાનોને મહિને આઠ હજાર પાંચસો રુપિયા અને ટ્રેનિંગ મળશે.

નરેન્દ્ર મોદી 16 લાખ કરોડનું દેવું ઉધોગપતિ ઓના માફ કરી શકે છે તો અમે પણ કરી શકીએ છીએ: પણ એમના જેવા ઉદ્યોગપતિઓનું નહીં, દેશની ગરીબ જનતાનું. 21 મી સદીમાં મહિલા-પુરુષો બંને કામ કરે છે એના માટે એમને સેલેરી મળે છે પણ હકિકત એ છે મહિલાઓને આઠ કલાક નહીં 16 કલાક કામ કરવું પડે છે. એમને નોકરીથી ઘરે આવીને પણ કામ કરવું પડે છે. ત્યારે અમે મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજના લાવી રહ્યા છીએ. તમે રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા જોઈ જે ધામધૂમથી કરવામાં આવી, પણ તેમાં એક પણ ગરીબ જોવા મળ્યો? એક પણ ખેડૂત જોવા મળ્યો. રાષ્ટ્રપતિ આદિવાસી છે, રામમંદિરનું ઉદ્ધાટન થયું, પાર્લામેન્ટનું ઉદ્ધાટન થયું પણ રાષ્ટ્રપતિને અંદર પણ જવા ન દીધા. કેમ કારણ કે તેઓ દલિત છે.

ટીવીમાં 24 કલાક નરેન્દ્ર મોદીનું ભાષણ ચાલે છે: અને અદાણીના પૈસા બને છે. એજ ખબર નથી પડતી કે આ દેશમાં કોની કેટલી આબાદી છે. આદિવાસીઓ કેટલા છે, દલિતો કેટલા છે? આ બધાનો સર્વે જ નથી થતો. મીડિયામાં, સરકારમાં આ લોકો છે કે નહીં એનો સર્વે થવો જોઇએ. દેશના 20-25 ઉદ્યોગપતિઓનું દેવું માફ થઇ શકે છે તો ખેડૂતોનું કેમ નહીં? અદાણીને જમીન, જંગલ, એરપોર્ટ, સોલાર પાવર જેવું બધુ જ આપવામાં આવે છે તો ગરીબોને-ખેડૂતોને કેમ નહીં..?

આ લોકોની મોદીજી જોડે મિત્રતા છે એટલે જ જાય છે. એનડી ટીવી સારી લાગી તો પણ લઇ લીધી. મીડિયાના મિત્રો ખોલીને નથી બોલી શકતા. કારણ કે એ બોલે તો એમને કાઢી નાંખવામાં આવે. એમનો પગાર અટકી જાય ખેડૂતોની આવક હજારો રુપિયામાં અને અદાણીની હજારો કરોડોમાં તો પણ બધાએ જીએસટી સરખી જ આપવાની. આ બધી રકમ 90 લોકોના ખિસ્સામાં જ જાય છે. દેશની ટોપ કંપનીઓ છે એમાં કોઇ દલિત નથી, કોઈ આદિવાસી નથી. 90 લોકો દેશની સરકાર ચલાવે છે અને મોદીજી સાઇન કરે છે, એ લોકો પૈસૈ વેચે છે.

દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારી અને મોંઘવારી છે, પણ એ તમને ટીવી પર નહીં જોવા મળે, કારણ કે મીડિયામાં એકપણ ગરીબ જોવા મળે? મીડિયામાં નરેન્દ્ર મોદી અને સેલેબ્રિટી જોવા મળશે પણ તમને ખેડૂતોની વેદના જોવા નહીં મળે.

નરેન્દ્ર મોદીજી અને ભાજપના લોકો કહે છે કે અમે અનામત ખતમ કરી દઇશું: ખેડૂતોને થોડો ફાયદો મળે છે એ આ લોકો બંધ કરવા માંગે છે. અનામતનો મતલબ છે દેશમાં ગરીબોની ભાગીદારી હોય, દેશમાં જે સત્તા છે, ધન છે એેને અન્યાય વગર વેચવામાં આવે.અમે ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. ભાજપ 25 વાર ખેડૂતોના દેવા માફ કરે ત્યારે 16 લાખ કરોડ થાય.તમે જોયું છેલ્લા 10 વર્ષમાં શું થયું છે. 22 લોકો પાસે એટલું ધન છે એટલું 70 કરોડ હિન્દુસ્તાનીઓ પાસે છે. નામ તમે જાણો જ છો અંદાણી અંબાણી જેવા જ નામ છે. ખેડૂતોના દેવા માફ નથી કર્યા પણ આ 22-25 લોકોના 16 લાખ કરોડ દેવું માફ થયું છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે: બે વિચારધારાની લડાઇ ચાલી રહી છે, હિન્દુસ્તાનનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે નહીં એ મોટો સવાલ છે. ભાજપના લોકો ઇચ્છે છે કે સંવિધાન ખતમ થઇ જાય. પણ કોંગ્રેસ પાર્ટી સંવિધાનની રક્ષા કરે છે. આઝાદી પછી જે પણ મળ્યું એ હિન્દુસ્તાનની ગરીબ જનતાને મળ્યું છે. એ સંવિધાનના લીધે મળ્યું છે.તેઓએ અંતમાં ભાવનગરના જે મહારાજા હતા, તેઓએ દેશ માટે જે કર્યું છે, પોતાનું રાજ્ય દેશને સમર્પિત કર્યું છે, ત્યારે તેઓને હું યાદ કરૂ છું, અને તેઓને ધન્યવાદ કરૂ છે, તેમજ તેઓનું હું સન્માન કરૂ છું તેવું જણાવ્યું હતું..

આ જંગી જાહેર સભામાઉપસ્થિત બનાસકાંઠા લોકસભા ના ઉમેદવાર અને બનાસની દિકરી: ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતની કેટલીય બેઠકોમાં ઉમેદવાર બદલવાનો વારો ભાજપને આવ્યો છે કોગ્રેસ ને નહીં. બનાસકાંઠામાં તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે અપડાઉન કરે છે. મુખ્યમત્રીને પણ મેદાનમાં ઉતાર્યા છે. હમણા બનાસકાંઠા ના સોશિયલ મીડિયામાં ઘણા યુવાનોએ લખ્યું છે કે, બનાસકાંઠામાં 1 તારીખે ગોળા ફેંકવાનું મશીન આવે છે એટલે યુવાનો હેલમેટ પહેર્યા વગર બહાર ન નીકળતાં. તેઓએ પાટણ લોકસભા ના ઉમેદવાર ચંદનજી ને વિજય બનાવવા માટે તેઓ બનાસકાંઠા થી પાટણ અપીલ કરવા આવ્યાં હોવાનું જણાવી ચંદનજી ને વિજય અપાવવા આહવાન કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.