પાટણ-ચાણસ્મા હાઈવે પર ઓવરબ્રિજની પડખે જ મોટો ભૂવો:અકસ્માત સર્જે તેવી ભીતિ

પાટણ
પાટણ

પાટણ શહેરમાં રોડ રસ્તાઓ પર ભૂવા પડવા એ કોઈ નવી વાત નથી. એ એક હવે રોજિંદી ઘટમાળ બની ચૂકી છે. પરંતુ આવા ભૂવાઓ વરસાદ વગરનાં કોરા દિવસોમાં લોકોનાં ધ્યાને આવતા હોવાથી તેઓ સાવચેતીપૂર્વક તેને નજરઅંદાજ કરીને ત્યાંથી સરકી જાય છે.પરંતુ આવા ભૂવાઓ ચાલુ વરસાદમાં ભારે જોખમી બની જાય છે.આવા ભુવાઓ પર પાણી ફરી વળેલું હોય અને તેની નીચે આવા ગુફા જેવા ભૂવા અને ખાડાઓ સંતાયેલા હોવાથી મોટી જાનહાની સર્જે તેમ છે. આવો એક જોખમી ભૂવો અત્યારે હાલમાં પાટણ ને ચાણસ્મા હાઈવે પર બનાવેલા રેલ્વે ઓવરબ્રીજના થડમાં જ પડયો છે.

પાટણનાં ચાણસ્મા હાઈવે પર નવાગંજ બજારથી અંબાજી નેળીયા તરફ જવાનાં બ્રીજની પશ્ચિમ બાજુએ બીજનાં નાકે શાંતિનિકેતન સ્કૂલ જવાનાં માર્ગે ખુશ્બુ ગેસ એજન્સી થોડા આગળ આવેલા નવા બનેલા રાધે આર્કેડની આગળ મોટો ભૂવો પડયો છે. આ ભુવાનું નિરિક્ષણ કરતાં જણાયુ છે કે, આ ભૂવાની બાજુમાંથી એક વરસાદી પાણીની પાઈપ લાઈન પસાર થાય છે તેનું જોડાણ કદાચ તૂટી ગયુ હોય એમ બંને પાઈપો અલગ અલગ પડી ગઈ છે. અને જમીન કોઈ કારણસર બેસી ગઈ છે. અને તેની બાજુમાં એક ચેમ્બર મેન હોલ પણ છે. લગભગ 10બાય 10 કરતાં વધુ ક્ષેત્રફળનો આ ભૂવો ચોમાસા દરમ્યાન ભારે જોખમી બની શકે છે.પાટણના નિર્મળનગરનાં રહીશ જાગૃત નાગરિક ધર્મેશભાઈ દવેએ જણાવ્યુ કે, છેલ્લા ત્રણેક દિવસથી આ ખાડો પડેલો છે. જે રોજ મોટો થતો જાય છે. સ્થાનિક સુધરાઈ સભ્યને આ બાબતે જાણ કરતાં ન તેઓએ પોતાની જવાબદારીમાં આ નથી આવતું તેમ કહીને હાથ ખંખેરી નાંખ્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહયું કે, પાટણ નગરપાલિકા કોઈ મોટી જાનહાનિ કે કોઈના હાથ પગ ભાગવાની રાહ જોઈ રહી છે. અહીં રાત્રે સ્ટ્રીટ લાઈટો પણ બંધ રહેતી હોવાથી અકસ્માતનું જોખમ રહેલું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.