સમી તાલુકાના મહંમદપુરા પંચાયતના ભટેરા પરા વિસ્તાર વર્ષોથી રસ્તા થી વંચિત

પાટણ
પાટણ

આઝાદીને 75 વર્ષ વિતવા છતાં સમી તાલુકાના મહંમદપુરા ગ્રામપંચાયતનો ભટેરા પરા વિસ્તાર રસ્તાથી વંચિત છે. આ પેટા પરામાં 15 કુટુંબ વસવાટ કરે છે . પરામાં રહેતા લોકોએ 3 ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકાના સદસ્યોને લેખિતમાં રજૂઆત‌‌‌ કરવા છતાં નેતાઓ અને સરકારી તંત્રની અનદેખીના લીધે પેટા પરાના રહીશો રસ્તાથી વંચિત રહે છે.

આ રહેણાંક વિસ્તાર બાસ્પાથી ત્રણ કિલોમીટર દૂર છે ચોમાસા દરમિયાન ચારે બાજુ વરસાદી પાણી ભરાઇ જતાં બાળકો અભ્યાસ જઈ શકતા નથી અને બાળકો અભ્યાસથી વંચિત રહી જાય છે. રસ્તાના અભાવે 108 પણ જઈ શકતી નથી. મહિલાને પ્રસુતિ માટે ટ્રેક્ટરમાં લઇ જવાની ફરજ પડે છે. પાણીમાં ટ્રેક્ટર ચલાવવાની મુશ્કેલી સર્જાય છે.

નાનાં બાળકોને વાયરલ તાવ તેમજ અન્ય બિમારીથી ત્રણ કિલોમીટર પાણીમાં ચાલીને બાસ્પા ગામે આવવુ પડે છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ વંચિતો પીડિતોના સવૅગાહી વિકાસના બણગાં ફુકવામા આવે છે પરંતુ 75 વર્ષ વિતવા છતાં આ ભટેરા પરાને કાયમી રસ્તાની સુવિધા ઉપલબ્ધ થઈ નથી. રસ્તાની વ્યવસ્થા કરવા સરકારને વિનંતી છે તેવું નિરાશ્રીત ધારસીભાઈ તથા રમેશભાઈએ જણાવ્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.