પાટણ ગોળશેરી વિસ્તારમાં દરજી સમાજની વાડી ખાતે લાભાર્થીઓ એક લાખની લોન લેવા માટે ઉમટ્યા

પાટણ
પાટણ

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિલ્પકારો અને વિવિધ કારીગરો ને સહાયતા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સર્વ સમાજના લાભાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે જ્યારે આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા 13000 કરોડ રૂપિયાના બજેટ ની જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે જેમાં વધુમાં વધુ જરૂરિયાત મંદો આ પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લે તેવો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નો અભિગમ સાથે જરૂરિયાત મંદોને પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ એક એક લાખ રૂપિયા ની લોન મળી રહે તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

ત્યારે આ યોજના સંદર્ભે આજરોજ પાટણ શહેરના ગોળ શેરી વિસ્તારમાં આવેલ દરજી સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ના અમલીકરણ હેઠળ ભારતીય જનતા પાર્ટી ના મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આયોજન દરમિયાન દરજી સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ના લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જોસના બેન પટેલ, ભાજપ જિલ્લા મીડિયા કન્વીનર અને અખિલ ભારતીય દરજી સમાજ મહાસભા પાટણ જિલ્લા મહામંત્રી જયેશભાઈ દરજી, મધુબેન સેનમાં, સમાજના પ્રમુખ રાજુભાઈ દરજી મહેન્દ્રભાઈ દરજી સુરેશભાઈ દરજી વીરેશ સંજય દરજી અને છાયાબેન રાવલ, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.