![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/22-5.jpg)
પાટણ યુનિવર્સિટીના કેમ્પસમાં ધુમ્રપાન,તમાકુ અને ગુટખાના સેવન કરવા પર પ્રતિબંધ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિએ કરેલા પરિપત્ર માં જણાવ્યું છે કે આ યુનિવર્સિટીના તમામ વિભાગીય અધ્યક્ષઓ,શાખા અધ્યક્ષઓ,અધિકારીઓ, કર્મચારીઓ,વિધાર્થીઓ અને મુલાકાતીઓને જણાવવાનું કે ભારત સરકારના તમાકુ નિયંત્રણ અધિનિયમ,2003 અનુસંધાને સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ખાસ કરીને વિવિધ શાખાઓ,વિભાગોની કચેરીઓમાં ધુમ્રપાન કરવા,તમાકુ અને ગુટખાના સેવન કરવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ યુનિવર્સિટીના વહીવટી ભવનમાં ધુમ્રપાન તમાકુ અને ગુટખાનું સેવન કરતા અથવા સેવન કરી થુંકતા જોવા મળશે તો તેની સામે પ્રતિબંધના ભંગ બદલ તે વ્યક્તિને રૂપિયા 500નો દંડ કરવામાં આવશે અને યુનિવર્સિટી કેમ્પસમાં ધુમ્રપાન,તમાકુ અને ગુટખાનું સેવન કરતા અથવા સેવન કરી થુંકતા જોવા મળશે તો પ્રતિબંધના ભંગ બદલ તે વ્યક્તિને રૂપિયા 200/- નો દંડ કરવામાં આવશે તેમ કુલપતિ એ કરેલ પત્ર માં જણાવ્યું છે.