પાટણ શહેરના મુખ્ય બજાર માર્ગો પર વાઘ બારસથી લાભ પાંચમ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ લદાયો
ખરીદી અર્થે વાહનો લઈને આવતા વાહન ચાલકો માટે ચાર જગ્યાએ પાર્કિંગ સ્ટેન્ડ કાર્યરત કરાયા
ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને રાણકી વાવ વિસ્તારમાં પોલીસ પોઈન્ટ ઊભો કરવા માંગ કરાઈ
પાટણ શહેર માં દિવાળી ના તહેવાર નિમિતે શહેર માં ટ્રાફિક સમસ્યાઓ ના નિવારણ માટે નગર પાલિકા સભાખંડ ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા માં વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં શહેર ના મેઈન રોડ પર ટ્રાફિક સમસ્યા ના નિરાકરણ માટે સૂચનો લેવાયા હતા.
બી એમ હાઈસ્કૂલ પાસે ઉભી રહેતી લારીઓ પ્રગતિ મેદાન માં ઉભી રાખવામાં આવે ,શહેરમાં દિવાળી સમયે લાગેલ કમાનો દૂર કરી દોરી વડે બાંધવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. દિવાળી સમયે મેઈન બજાર માં સવારે 8 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી ફોર વ્હીકલ વાહનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
જેમાં દિવાળીના તહેવાર સમયે ટ્રાફિક સમસ્યા નિવારવા શહેરના ચાર સ્થળે વાહનોના પાર્કિંગ સ્ટેન્ડ નક્કી કરાયા છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય બજાર માર્ગો પર અવારનવાર સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે તંત્ર દ્વારા તા.29/10/2024(વાઘ બારસ) થી તા.06/11/2024 (લાભપાંચમ) સુધી દિવાળીના તહેવારો હોઈ આ તહેવારો દરમિયાન લોકો બજારમાં ખરીદી કરવાં પાટણ શહેર તેમજ આજુબાજુના ગામો માંથી આવતા હોઈ પાટણ શહેરના બજારમાં લોકોની ભીડ થાય છે. લોકો પોતાના વાહન સાથે આવતાં હોઈ ટ્રાફીક નિયંત્રણ કરવું જરૂરી બન્યું છે.
દિવાળીના તહેવારોને લઈને વાહન પાર્કિંગ માટે શહેરના શ્યામા પ્રસાદ પાર્ટી પ્લોટની સામે ખાડિયા બળિયા હનુમાન ટ્રસ્ટ મેદાન, પ્રગતિ મેદાન,ચર્તુભુજ બાગની સામે, જ્ઞાનબાઈ પ્રસુતિ ગૃહની જગ્યા અને એમ.એન.હાઈસ્કૂલના મેદાનની જગ્યા સુચિત કરવામાં આવી છે.
આ બેઠકમાં પ્રાંત ઓફિસરે વેપારીઓને દિવાળીના પર્વ નિમિત્તે ગંદકી ન થાય તે માટે ફરજિયાત ડસ્ટબિન રાખવા તેમજ વેપારીઓ દ્વારા પોતાની દુકાન આગળ ખોટા સેડ કે ટેબલો મૂકીને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય જે બાબતે તંત્ર દ્વારા ચેકિંગ આધારિત વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવી દિવાળીના તહેવાર શાંતિપૂર્ણ રીતે સૌ ઉજવે તે માટે સૌને સહકાર આપવા અપીલ કરી દિપાવલીની શુભેચ્છાઓ પાઠવી હતી.
Tags ban market Patan city vehicles