રાધનપુરમાં મહિલા ઉપર ધારિયા વડે હુમલો : ચાર શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

પાટણ
પાટણ

રાધનપુરમાં નજીવી બાબતે 4 ઈસમો દ્વારા લાકડી અને ધારિયા વડે હુમલો કરાતા રાધનપુર પોલીસ મથકે 4 સામે ફરિયાદ નોંધાઈ હતી. જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે પાટણ ધારપુર ખાતે રિફર કરાયા હતા.​​​​​રાધનપુરના ઘાસિયાવાસ ખાતે રહેતા રસીદાબેન દાદુભાઈ ચૌહાણે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, મારા મહોલ્લામાં રહેતા સલિમ ઉસ્માનભાઈ થેબા સાથે મારે પહેલા સંબધ હતો પરંતુ હવે તેઓ મને ફ્લેન કરે છે હું ઉપાડતી નથી. હું આમ ગત રોજ મારો દીકરો જહાંસિન મને રાજસ્થાનથી મળવા આવ્યો હતો. તે સમયે સલીમે મને કહ્યું કે, તારે ઘરે કોઈ પરિવારના લોકોને બોલાવવાના નહીં. તારો દીકરો શું કામ આવ્યો છે અને અપશબ્દો બોલતા મહિલાએ અપશબ્દો બોલવાની ના પાડતા સલીમ ઉશ્કેરાઇને માથાના ભાગે ધારિયું મારી ઇજા પહોંચાડી હતી.સાથે જે સલીમના ભાઈઓ ઇમરાન ઉસ્માનભાઈ ફૈબા, સદામ ઉસ્માનભાઈ થેબા અને મોહમદ ઉસ્માનભાઈ ફૈબા તમામ ભાઈઓએ મહિલાને ધોકા વડે માર માર્યો હતો. મહિલા ઇજાગ્રસ્ત થતા રાધનપુર સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી ત્યાંથી વધુ સારવાર માટે ધારપુર રિફર થયા હતા. બનાવને લઈને મહિલાએ રાધનપુર પોલીસમાં 4 વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.