પાટણની શેઠ એમ એન હાઈસ્કૂલમાં ચિત્ર સ્પર્ધા અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

અવધ ખાતે 500 વર્ષ બાદ બાદ રામલલ્લા જયારે પરત ફર્યા છે ત્યારે નવનિર્મિત ભગવાન શ્રી રામલલા પ્રાણપ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં ઉત્તરગુજરાત યુવક મંડળ સંચાલિત, શેઠ એમ એન હાઈસ્કૂલ પાટણ ખાતે પ્રભુ શ્રી રામના જીવનની થીમ આધારિત રંગોળી અને ચિત્રસ્પર્ધા જેવા કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર આ ઐતિહાસિક પ્રસંગનો સાક્ષી બને તેમજ શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગે ભાવાવરણ રચાય તેવા ઉદ્દેશ્ય સાથે આયોજિત રામોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થી ભાઈ બહેનો એ ખુબ મોટી સંખ્યા માં સ્પર્ધામાં ભાગ લઈ પ્રભુ શ્રી રામ પ્રત્યેની ઉમદા લાગણી અને ભાવ પ્રગટ કર્યો હતો.વિદ્યાર્થીઓ એ બનાવેલી રંગોળી અને ચિત્રો જોઈ મહેમાનો અને શિક્ષક ગણ ખુબજ ભાવ વિભોર બન્યા હતા.

પાટણ જિલ્લા માં પર્યાવરણ માટે સતત ચિંતનશીલ અને પર્યાવરણ પ્રેમી અને પ્રયાસ ફાઉન્ડેશન ના પારસભાઈ પટેલ ના હસ્તે છોડ વાવી “એક છોડ રામ કે નામ” વૃક્ષારોપણની શરૂઆત કરવામાં આવી. મહેમાન તરીકે પધારેલ પારસ ભાઈ પટેલ અને રોહિતભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડયું હતું.વિવિધ છોડવાઓને વૃક્ષપ્રેમી પારસ ભાઈ, રોહિતભાઈ, શાળા ના આચાર્યશઅને શાળા પરિવાર દ્વારા રોપવામાં આવ્યા હતા.શાળા ના આચાર્ય ધનરાજભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ શાળાના તમામ સ્ટાફ મિત્રોના પ્રયત્નોથી કાર્યક્રમ સફળ બન્યો હતો .વિજેતા સ્પર્ધકોને પુરસ્કારથી સન્માનિત કરાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.