યુક્રેનમાં ફસાયેલા ઉત્તર ગુજરાતના છાત્રોને પરત લાવવા માટે વ્યવસ્થા ઉપલબ્ધ કરાઈ
(રખેવાળ ન્યૂઝ)પાટણ, રશિયા અને યુક્રેન વચ્ચે નાં યુદ્ધ માં યુક્રેન માં અભ્યાસ માટે ગયેલા વિધાર્થીઓ તેમજ ધંધાથૅ ગયેલા ભારતીય વેપારીઓ દયનિય સ્થિતિ માં મુકાયાં છે.રશિયા યુક્રેન નાં યુદ્ધ નાં પગલે યુક્રેનમાં રહેતાં ભારતીય નાગરિકતા ધરાવતા લોકો હાલમાં ખાવા પીવા તેમજ પૈસાની બાબતે ખુબ જ તંગી અનુભવી રહ્યા છે.
તેઓને ભારત આવવા માટે ની ફલાઇટો પણ યુદ્ધ નાં કારણે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે યુક્રેનમાં રહેતાં ભારતીય લોકો ને પરત ભારત લાવવા તેઓનાં પરિવારજનો દ્વારા ભારત સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. જેને લઇને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત ભારત લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હોવાનું વિશ્વસનીય સૂત્રો ની મદદથી જાણવા મળી રહ્યું છે.
સુત્રો તરફથી જાણવા મળતી હકીકત મુજબ ભારત સરકાર દ્વારા ભારતના યુક્રેનમાં વસતા અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તથા વેપાર અર્થે ગયેલા વેપારીઓ સહિત ભારતની નાગરિકતા ધરાવે છે એવાં લોકો ને ભારતમાં પરત લાવવા માટેના સઘન પ્રયાસો કરી બંને સરકાર વચ્ચે મધ્યસ્થી ની ભૂમિકા ભજવી ભારતીયોને ભારત પરત લાવવાની એક બહુ જ મોટી તજવીજ ભારત સરકારે હાથ ધરી છે.