પાટણ જિલ્લામાં વધુ 210 પશુઓ લમ્પીના સંક્રમણમાં આવ્યા, કુલ 164ના મોત

પાટણ
પાટણ

ગાય સંવર્ગના પશુઓમાં જોવા મળતા લમ્પી સ્કીન ડિસિઝના કેસો પાટણ જિલ્લામાં ધીમી ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. પાટણ જિલ્લામાં આજની સ્થિતિએ લમ્પી વાઇરસથી અસરગ્રસ્ત પશુઓના એક્ટિવ કેસોની સંખ્યા 1924 છે.

જિલ્લા પંચાયતના નાયબ પશુપાલન નિયામક ડો. વી.બી.પરમાર એ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં આજે ચાર ગામોમાં લમ્પી વાઇરસના વધુ 210 કેસ સામે આવ્યા હતા.

જિલ્લામાં અત્યાર સુધીમાં 9 તાલુકાના કુલ 427 ગામોમાં 4892 કેસ નોંધાવવા પામ્યા છે. જે પૈકી 2804 પશુઓ સાજા થયા છે. જિલ્લામાં લમ્પી વાઇરસના કારણે અત્યાર સુધીમાં કુલ 164 પશુઓના મૃત્યુ નોંધાયા છે. જ્યારે પશુપાલન તંત્ર દ્વારા 1 લાખ 45 હજાર 926પશુઓનું રસીકરણ પૂર્ણ કરાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.