પાટણ જિલ્લા પંચાયતના ઈતિહાસમાં સૌથી નાની ઉમરે પ્રમુખ તરીકે હેતલબેન ઠાકોર ચૂંટાયા

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી જિલ્લા પંચાયત સ્વર્ણિમ ભવન ખાતે કલેકટર ની અધ્યક્ષતા માં બુધવારે બપોરે 12-00 કલાકે યોજાઈ હતી. જેમાં ભાજપ ના મેન્ડેડ પરથી પ્રમુખ માટે જિલ્લા પંચાયત ના ઈતિહાસ મા સૌથી નાની ઉમરના અને ગ્રેજયુએશન કરેલ હેતલ બેન ઠાકોરે અને ઉપપ્રમુખ પદે ગોવિંદભાઇ માલધારી એ ફોર્મ ભર્યું હતું. જયારે કોગ્રેસ માંથી પ્રમુખ પદે અંજુબેન જગદીશભાઈ અને ઉપપ્રમુખ માટે મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડે ઉમેદવારી પત્ર ભર્યું હતું.જોકે ભાજપ પાસે બહુમતી હોવાથી 21 વોટ ભાજપના ઉમેદવારો ને મળતા ભાજપના ઉમેદવાર ની જીત થતા કેસરિયો લહેરાયો હતો.ઉપસ્થિત સૌ ભાજપના આગેવાનો,જિલ્લા પંચાયત સભ્યોએ અને નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખના સગા સંબંધીઓએ મો મીઠું કરાવી નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ ને શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ ભાનુમતિબેન મકવાણા અને ઉપપ્રમુખ સાકાજી ઠાકોરની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આગામી અઢી વર્ષ માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જિલ્લા પંચાયત ના સભાખંડ ખાતે યોજાઈ હતી જેમાં ભાજપ માંથી પ્રમુખ માટે દુદખા બેઠકના હેતલબેન વેરશીજી ઠાકોર અને ઉપપ્રમુખ માટે વામૈયા બેઠક ના ગોવિંદભાઈ ઈશ્વરભાઈ માલધારીએ ભાજપ માંથી ફોર્મ ભર્યા હતા. જ્યારે કોંગ્રેસ માંથી પ્રમુખ માટે મેમદાવાદ બેઠકના અંજુબેન જગદીશભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ માટે સાપ્રા બેઠકના મંજુલાબેન પ્રવીણભાઈ રાઠોડે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.


ત્યારબાદ પ્રમુખ ઉપપ્રમુખ ની ચુટણી યોજાતા જિલ્લા પંચાયતના 32 સભ્યો પૈકીના હાજર રહેલા 31 સભ્યોએ પૈકી 21સભ્યોએ પોતાની આંગળી ઊંચી કરી જિલ્લા પંચાયત ના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ પદે હેતલબેન ઠાકોર અને ઉપપ્રમુખ પદે ગોવિંદભાઈ માલધારી ને સમથૅન જાહેર કયુઁ હતુ. કોગ્રેસ ના પ્રમુખ અને ઉપ પ્રમુખ ના દાવેદારો ને 10 સભ્યોનું સમથૅન મળતા ભાજપ ના બન્ને ઉમેદવાર ને વિજય જાહેર કરાયા હતા. ભાજપના મેન્ડેડ થી જિલ્લા પંચાયત ના ઈતિહાસમાં સૌથી નાની ઉંમરે પ્રમુખ બનેલા હેતલબેન અને ઉપપ્રમુખ ગોવિંદભાઇ માલધારી અને કારોબારી ચેરમેન દિપક પટેલ સતારૂઢ બનતા ઉપસ્થિત સૌ ભાજપના આગેવાનો, જિલ્લા પંચાયત ના સભ્યો અને નવનિયુક્ત પ્રમુખ- ઉપપ્રમુખના સગા સંબંધીઓએ મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.ભાજપના આગેવાનો, કાર્યકરો અને સભ્યો સહિત વિજેતા બનેલા પ્રમુખ-ઉપપ્રમુખના પરિવારજનો માં ખુશીનો માહોલ છવાયો હતો. જિલ્લા પંચાયત કેમ્પસ કેસરિયા રંગે રંગાયું હતું પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીને લઈને સભાખંડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ સહિતના સભ્યોએ શહેરીજનોનું અભિવાદન ઝીલી જિલ્લાના અધૂરા રહેલા વિકાસકામોની સાથે સાથે સુખાકારીના કામોને પ્રાધાન્ય આપવાની બાહેધરી આપી હતી.સૌથી નાની ઉંમરે પાટણ જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે ચુંટાયેલ હેતલબેન ઠાકોરે ભાવુકતા સાથે પાટણ જિલ્લા પંચાયતના 11માં અને અત્યાર સુધીના સૌથી નાની 24 વર્ષની ઉંમરના પ્રથમ પ્રમુખ બન્યા હોવા બદલ ભારતીય જનતા પાર્ટી સહિત જિલ્લા પંચાયત ના સદસ્યો નો આભાર વ્યકત કરી જણાવ્યું હતું કે મારી નાની ઉમર માં જ મારી જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પસંદગી કરી છે ત્યારે જિલ્લામાં જે કામો બાકી છે તે તમામ વિકાસ ના કામો સૌને સાથે રાખીને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.