અજાણી સ્ત્રીએ પોતાનું પાપ છુપાવવા તાજી જન્મેલી બાળકીને પ્લાસ્ટિકની કોથળીામં પૂરી ફેંકી દેતા ચકચાર

પાટણ
પાટણ

પાટણ શહેરમાં અજાણી સ્ત્રી દ્વારા પોતાનું પાપ છુપાવવા માટે બાળકીને જન્મ આપી કોથલીમાં પેક કરી ખુલ્લામાં ફેંકી દેતા ચકચાર મચી છે. ઘટનાની જાણ પોલીસને થતા બાળકીને 108 દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. બીજી તરફ પોલીસે નવજાત બાળકીને તરછોડી દેનારી માતાની શોધખોળ હાથ ધરી છે.પાટણ શહેરના અધારા દરવાજા નજીક અવાવરુ જગ્યામાં અંધારા નો લાભ લઈ પ્લાસ્ટિક ની થેલી મા બાળકી ને બંધ કરી પોતાનું પાપ છુપાવવા કોઈ ફેકીને જતું રહ્યું હતું પરંતુ બાળકી ના રડવાના અવાજ પરથી આવિસ્તારમાં રહેતા લોકો ને જાણ થતાં તેઓએ પાટણના ધારાસભ્ય ને જાણ કરી 108 ની મદદથી ત્યજાયેલ બાળકીને ધારપુર સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જયાં હાલમાં બાળકી સારવાર હેઠળ હોવાનું તેમજ ધટનાની જાણ બાળ સુરક્ષા કચેરી તેમજ પોલીસને કરાઈ હોવાનું હોસ્પિટલના સુત્રો તરફથી જાણવા મળ્યું છે.


આ બાબતે વધુ માહિતી આપતા રડતી બાળકીને પ્રથમ નજરે જોનારા અધારા દરવાજા પાસેના રહીશ આશાબેન શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે ગતરાત્રે 11-30 કલાકના સમયે હું ઘરની બહાર નીકળી ત્યારે બાળકીના રોવાનો અવાજ સંભળાતા મે આજુબાજુ નજર કરી હતી. ત્યારે અધારા દરવાજા નજીક અવાવરુ જગ્યાએ પડેલી પ્લાસ્ટિકની થેલી માથી બાળકી રડતી હોવાનું જણાતાં તેઓએ પોતાના પતિ ને જાણ કરતા તેઓએ ઉંચી શેરી આગળ બેઠેલા વિસ્તારના યુવાનોને જાણ કરી સધળી હકીકત પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલને કરતાં તેઓની સલાહ મુજબ પ્લાસ્ટિકની થેલી ખોલી બાળકીને બહાર કાઢી રૂમાલ ઓઢાડી 108ને જાણ કરતા તેઓએ ધટના સ્થળે આવી બાળકીને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ધારપુર ખસેડવામાં આવી હતી.શહેરના અઘારા દરવાજા નજીકથી ત્યજાયેલ બાળકી મામલે એ ડિવિઝન પોલીસે સવારે સ્થળ તપાસ કરી વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરી આ બાળકીને ત્યજી દેનારાઓને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જણાવ્યું હતું. ધારપુર હોસ્પિટલના ડો. હિતેશભાઈ એ જણાવ્યું હતું કે, બાળકી ત્યજી દીધેલી હોય બાળકી ખુલ્લામાં વરસાદ ના પાણી થી પલળેલી હોવાથી તેના શરીર નું તાપમાન ઘટી ગયુ હોવાની સાથે બાળકી ને શરીરમાં ઇન્ફેક્શન થયેલું હોય હાલ માં બાળકી ને ઓક્સિજન પર રાખવામાં આવી છે બાળકી ની તબિયત સુધરતા બાળ સુરક્ષા વિભાગ માં જાણ કરી સરકારી શિશુગૃહ માં બાળકી ને મોકલી આપવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.