પાટણ જિલ્લાના લોકો સાથે વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણ કરવામાં આવી

પાટણ
પાટણ

પાટણ જિલ્લા પોલીસ તંત્રની કામગીરી ની ઇન્સ્પેક્શન વિઝીટ માટે આવેલા પોલીસ મહા નિરીક્ષક સરહદી રેજ કચ્છ-ભુજ આઇપીએસ જે. આર. મોથલીયા અને પાટણ જિલ્લા પોલીસ વડા ડો રવિન્દ્ર પટેલ ની ખાસ ઉપસ્થિત વચ્ચે પાટણ જિલ્લાના રાજકીય સામાજિક આગેવાનો સહિત પ્રબુદ્ધ નગરજનો સાથે લોક સંવાદ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા ની કચેરી ખાતે બુધવારે સાંજે આયોજિત કરવામાં આવ્યો હતો.આ લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાટણ શહેર અને જિલ્લાના ઉપસ્થિત રહેલા નગરજનો દ્વારા પાટણ શહેર અને જિલ્લાની વિવિધ સમસ્યાઓ જેવી કે ટ્રાફિકની સમસ્યા, ઓવરલોડ રેતી ભરીને માર્ગો પરથી તાડપત્રી બાંધ્યા વગર નીકળતા ડમ્પરોની સમસ્યા, જિલ્લા કલેકટરના જાહેરનામાના સરેઆમ ભંગ થતા હોવાની સમસ્યા, પોલીસ દ્વારા દંડની કાર્યવાહીમાં રખાતી ભેદભાવની નીતિની સમસ્યા, ટીનેજર્સો દ્વારા પૂર ઝડપે ફાયર બુલેટ હંકારવાની સમસ્યા, શહેર અને જિલ્લામાં દારૂજુગાર ની સમસ્યા, કોઈપણ પ્રકારની મંજૂરી વગર નીકળતા સભા સરઘસોની સમસ્યા સહિત આમ પબ્લિકને સ્પર્શ કરતા વિવિધ પ્રશ્નોની સમસ્યા બાબતે રજૂઆત કરી હતી.


ભુજ રેન્જ આઈજી મોથલીયા એ જણાવ્યું હતું કે મોટા ભાગની ટ્રાફિક અને દારૂ જુગારની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ આવે તે માટે જિલ્લા પોલીસ કટિબદ્ધ રહી ખૂબ વધુ અસરકારક રીતે કામગીરી કરશે . હેલ્મેટ ન પહેરવાના પરિણામે માણસોના મૃત્યુ થાય છે મોટર સાયકલમાં હેલ્મેટ ન પહેરવાના પરિણામે ફેટલ અકસ્માતનું પ્રમાણ વધારે રહે છે. એ બનાવો બનતા રોકવા માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે . નગરપાલિકા વિસ્તારની અંદર એક ટ્રાફિક એક્સન પ્લાન બનાવવા માટેની અમને સૂચના કરી છે. મોટાભાગના જિલ્લાઓમાં જે નગરપાલિકા વિસ્તાર છે એ વિસ્તારમાં ટ્રાફિક એક્સ્ટન્સ પ્લાનની એક સ્કીમ તૈયાર થઈ છે એ સ્કીમને અનુરૂપ પોલીસ દ્વારા એક્સચેન્જ કરવામાં આવશે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે છે.આપણા સૌનું લક્ષ્ય એક જ છે કે ફેટલ બનાવો રોજબરોજ ખૂબ જ મોટી સંખ્યામાં બને છે અને એ બનાવો બનતા રોકવા માટે પોલીસ પ્રયત્ન કરી રહેલા છે બીજી જે વાત કરી ટ્રાફિકની સમસ્યા તો અમે રેંજના તમામ જિલ્લાઓમાં એક જ્યાં નગરપાલિકા વિસ્તાર છે કારણ કે નગરપાલિકા વિસ્તારમાં શક્ય બને છે તો એ વિસ્તારની અંદર એક ટ્રાફિક એક્સટન્સ પ્લાન બનાવવા માટેની અમને સૂચના કરી છે. અને મોટાભાગના જિલ્લાઓમાં જે નગરપાલિકા વિસ્તાર છે એ વિસ્તારમાં ટ્રાફિક એક્સ્ટન્સ પ્લાનની એક સ્કીમ તૈયાર થઈ છે એ સ્કીમને અનુરૂપ પોલીસ દ્વારા એક્સચેન્જ કરવામાં આવશે. તો હું માનું છું કે મોટાભાગના જે ટ્રાફિકના સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે છે આપના તરફથી ખૂબ જ સારા સજેશન મલ્યા છે એ સજેશનના માધ્યમથી અમારા પોલીસની કામગીરીમાં સુધારો આવશે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.