પાટણ જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપન અંગેની સમસ્યાઓનો અભ્યાસ કરીને રૂપરેખા તૈયારી કરાશે

પાટણ
પાટણ

છેલ્લા કેટલાંક વર્ષોમાં પાટણ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષાઋતુ કે વાવાઝોડામાં ભારે વરસાદ થવાના કિસ્સાઓમાં મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે. તેમજ માર્ગ અકસ્માતોના કિસ્સાઓ વધી જાય છે. આ સમસ્યાને નિવારવા માટે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે.શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર માર્ગો, અન્ડર પાસમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફીકની સમસ્યા ઉદભવે છે. દિવસેને દિવસે અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે. તેથી જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા બનાવવામાં આવેલી સમિતિ સમસ્યાના નિવારણ માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાવાળા વિસ્તારોનું મેપિંગ કરવામાં આવશે., વરસાદી પાણીના નિકાલ માટેના કુદરતી માર્ગો ( વોકળા) પર દબાણ થયેલ હોય અથવા પુરાઈ ગયેલ હોય તો તેનો સર્વે કરવામાં આવશે.


શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાનું મુખ્ય કારણ વરસાદી પાણીના નિકાલના કુલરતી માર્ગો એટલે કે વોકળામાં કચરો, કાટમાળ વગેરેની યોગ્ય સફાઈ ન થવી છે. જેને કારણે જ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન દ્વારા વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે.આ સમિતિમાં પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કલેક્ટર અધ્યક્ષ સ્થાને રહેશે. નિવાસી અધિક કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ સભ્ય સચિવ તરીકે રહેશે. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ(રાજ્ય), કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ(પંચાયત), કાર્યપાલક ઈજનેર GWSSB, કાર્યપાલક ઈજનેર SSNNL પાટણ, કાર્યપાલક ઈજનેર SSNNL રાધનપુર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, પ્રોજેક્ટ મેનેજર નેશનલ હાઈવે ઓથોરીટી, ડીસ્ટ્રીક્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, કાર્યપાલક ઈજનેર ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન, ડીવિઝનલ કંન્ટ્રોલર GSRTC પાલનપુર,મહેસાણા, જનરલ મેનેજર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વગેરે સભ્ય તરીકે રહેશે. આ સમિતિ જિલ્લાની આપત્તિ વ્યવસ્થાપન અંગેની સમસ્યાઓનો અભ્યાસ કરીને લાંબાગાળા અને ટૂંકાગાળાની રૂપરેખા તૈયાર કરશે. તેમજ તે અંગેની કામગીરીની સમયાંતરે સમિક્ષા કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.