પાટણની બહેરા મૂંગા શાળામાં શૈક્ષણિક કીટ વિતરણ સહિત સન્માન કાર્યક્રમ યોજાયો

પાટણ
પાટણ

સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરા મૂંગા શાળામાં વિવિધ કાર્યક્રમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં નવીન પ્રવેશ પામેલ બધિર બાળકોનું શાળાનાં શિક્ષકો દ્વારા કુમકુમ તિલકથી આવકારવામાં આવ્યાં હતા. તેમજ ગોપાલ ટ્રસ્ટ તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. જ્યારે જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા નોટબુક અર્પણ કરી આવકારવામાં આવ્યાં હતા.ગણવેશના દાતા નિતિનભાઈ દેસાઈ(ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય બક્ષીપંચ મોરચો)નાં હસ્તે શાળા તથા દિવ્યાંગ રોજગાર તાલિમ કેન્દ્રના તાલીમાર્થીઓને ગણવેશ અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે રોટરી કલબ ઓફ પાટણના નવ નિયુક્ત પ્રમુખ ઝુઝારસિંહ સોઢા,મંત્રી વિનોદભાઈ સુથાર તેમજ બહેરા મૂંગા શાળા નવરંગપુરા,અમદાવાદના રાજ્ય પારિતોષિક સ્પે.શિક્ષક ઇનાબેન દેસાઈ તથા દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં બી.ડી.હાઇસ્કૂલના આચાર્ય બળદેવભાઈ દેસાઈ, શાળા શુભેચ્છક કિર્તિભાઈ પટેલ મણુંદ,બી.આર.સી મિનાબેન પટેલ,સી.આર.સી.ભરતભાઈ દેસાઈ,જલાભાઈ, વિજય દેસાઈ, વાલીગણ તથા રોટરી, સિનિયર સિટીઝનના સભ્યો, હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહીને બધિર બાળકોને પ્રોત્સાહિત કર્યા.પ્રારંભમાં સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી.સૌ નો પરિચય શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ આપ્યો. બધિર બાલિકાઓ કે જે બોલી કે સાંભળી નથી શકતી છતાં શિક્ષિકા અનિતાબેન દવે ના સાઈન લેન્ગવેજ ના સહારે સ્વાગત ગીત તથા બાળગીત રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા.સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય માનદમંત્રી દેવેન્દ્રભાઈ સાલવીએ આપેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા વર્ષાબેન જોષી એ કર્યું. સંસ્થાનાં સહમંત્રી કુસુમબેન ચંદારાણાનાં માર્ગદર્શન નીચે શાળા સ્ટાફે કાર્યક્રમનું સુંદર આયોજન કરેલ. આભાર વિધિ વહીવટી અઘિકારી ઉષાબેન બુચે કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.