હારિજના અડીયા ગામે દુધેશ્વર મહાદેવજીનો બે દિવસીય મેળો ભરાયો

પાટણ
પાટણ

હારિજ તાલુકાના અડીયા ગામે દુધેશ્વર મહાદેવજી મંદિરે શ્રાવણ વદ અમાસ અને ભાદરવા સુદ એકમ બંને દિવસ ધાર્મિક મેળા નો આજે વહેલી સવાર થી ભરાયો હતો .દુધેશ્વર મહાદેવમંદિર ને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો શિવભકતો પગપાળા તેમજ વાહનો મારફતે માહાદેવજીને બીલીપત્ર,જળ,અને દૂધનો અભિષેક કરવા આવ્યા હતા .શ્રદ્ધાળુઓ સુખડી માતરનો પ્રસાદ ધરાવી ભોળાનાથને શિશ ટેકવી ધન્યતા અનુભવી હતી.અડીયા ગામે ઉત્તર ગુજરાતના ચાર મઠ પૈકી એક મઠ એટલે અડીયા જાગીરદાર મઠનો 500 વર્ષ જુનો અખાડો આવેલો છે. જયાં ઐતિહાસિક પ્રાચિન સ્વયંભુ દુધેશ્વર મહાદેવ પ્રગટ થયાનો ઇતિહાસ છે.જ્યા શ્રાવણ માસના છેલ્લો દિવસ અમાસના દિવસે અને ભાદરવા એકમ એમ બે દિવસનો મેળો ભરાય છે.

આજે શુકવારે અમાસનો મેળો પ્રારંભ થયો હતો જેમાં આજુબાજુ તેમજ સમગ્ર જિલ્લાના શિવભકતો બાબાના દર્શને ઉમટયા હતા.અને દુધેશ્વર મહાદેવજીને દૂધનો અભિષેક કરી અને સુખડી ચડાવવાની બાધાઓ પૂર્ણ કરી હતી. તો શ્રદ્ધાળુઓભોળાનાથને બીલીપત્ર,જળ,દૂધ અને સુખડી પ્રસાદ ચડાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.અડીયા દુધેશ્વરના મેળામાં સફેદ લુક્તિ ખરીદવાની વિશેષતા છે જેને લઈ કંદોઈના 15 સ્ટોલ લાગ્યા હતા અને. મેળામાં બાળકોના મનોરંજન માટે મોટી ચકડોળ,નાની ચકડોળ ઇલેક્ટ્રિક રાઈડર,નાના બાળકો માટેની ગોળ ચકડોળ,માં બાળકો બેસવાનો લ્હાવો લઈ મેળા ની મજા માણી હતી. અડીયાના યુવાન હાર્દિક પટેલના જણાવ્યું હતું કે બે દિવસના મેળામાં અડીયા ગામના 150 યુવા સ્વયંસેવકો ખડાપગે રહી સેવા આપી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.