પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક યોજાઈ

પાટણ
પાટણ

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલ0ય ખાતે લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પાટણ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની કારોબારી બેઠક જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ડી.એન ચૌધરીની અધ્યક્ષતામાં મળી હતી. જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સતત ત્રીજીવાર સ્પષ્ટ બહુમતી સાથે બની રહી છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ વડાપ્રધાન તરીકે હેટ્રિક કરવાના છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ દ્વારા ગુજરાતની 26 સે 26 લોકસભા સીટો પાંચ લાખ કરતાં વધારે મતોથી જીતવા માટે આહવાન કર્યું છે.જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લામાં બક્ષીપંચ મોરચા દ્વારા ખાટલા બેઠક અને બક્ષીપંચ સમાજની છાત્રાલયોની મુલાકાત કરવાના કાર્યક્રમો માટે બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંકભાઈ નાયક દ્વારા સૂચના કરવામાં આવી છે.ત્યારે પાટણ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા આ કાર્યક્રમમાં આગામી દિવસમાં પ્રારંભ કરવામાં આવશે.

આ કારોબારી બેઠકમાં બક્ષીપંચ મોરચાના જિલ્લા મહામંત્રી રમેશભાઈ દેસાઈ, બચુજી ઠાકોર,ઉપપ્રમુખ પ્રહલાદજી ઠાકોર, જિલ્લા મંત્રી સંજયભાઈ મોદી,ગોવિંદભાઇ દેસાઈ સહિત પાટણના મંડળ મોરચાના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.