ઓઢવ ગામે જોગમાયા માતાજીના મંદીરમાંથી સોના-ચાંદીના દાગીના અને દાન પેટીમાંથી રોકડ મળી અંદાજીત 2.67 લાખની ચોરી

પાટણ
પાટણ

સરસ્વતી તાલુકાના ઓઢવ ગામે જોગમાયા માતાજીના મંદિર માં તસ્કરોએ મંદિર નો દરવાજો તોડી માતાજીના સોના ચાંદી ના આભૂષણો અને અને દાન પેટીમાંથી રોકડ મળી કુલ2.67.000 ના મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ચોરી કરી ફરાર થઇ ગયા હતા .તસ્કરો મંદિર ના સીસીટીવી કેમેરા કેદ થયા હતા,પોલીસ ને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.ઓઢવ ગામના ના જોગમાયા મંદિરના ટ્રસ્ટી વેલાભાઈ વિસાભાઈ નાથાભાઈ ચૌધરી એ પોલીસ ફરિયાદ માં જણાવ્યું હતું કે માતાજીના પુજારીને પુછતાં તેઓએ જણાવેલ કે હું ગઈ કાલ રાતના આશરે આઠેક વાગ્યાના સુમારે આપણા મંદીરની પુજા કરી મંદીરનો દરવાજો બંદ કરીને મંદીરની પાછળ આવેલ મારા ઘરે ગયેલ હતો તેવી વાત કરતાં અને આજરોજ સવારના પાંચેક વાગે મંદીરની પુજા કરવા આવતાં મંદીરનો દરવાજો તુટેલ હતો તેવી વાત કરતાં મે અમારા ગામના સરપંચ હેમરાજભાઈ ચૌધરી નાઓને બોલાવેલ અને અમો બંને જણાઓએ મંદીરની અંદર જઇ જોતાં મંદીરનો દરવાજો ખુલ્લો હતો અને મંદીરના આગળની મુકેલ દાનપેટીનો દરવાજો તુટેલ હાલતમાં હતો .


મંદીરના ગર્ભગૃહ માં જોતાં માતાજીના મંદીરમાં રાખેલ જોગમાયા માતાજીની સોનાની નાની મુર્તી આશરે બે તોલાની જે જુના ભાવે આશરે રૂપીયા 70,000 તથા ,માતાજીના મંદીરમાં રાખેલ ચાંદીના પગલા જોડી નંગ-2 જે એક જોડીનો વજન આશરે 400 ગ્રામના જે કુલ વજન આશરે 800 ગ્રામ જે જુના ભાવે આશરે રૂ.25000,તથા એક સોનાનું સત્તર જોડી નંગ-1 જે આશરે બે ગ્રામના વજનનું જે જુના ભાવે આશરે રૂ.6000,તથા માતાજીના ચાંદીના નાના સત્તર નંગ120 જે એક સત્તરનો વજન 10 ગ્રામ લેખે 120 સત્તરનું વજન આશરે 1કિલો 200 ગ્રામ જે જુના ભાવે આશરે રૂ.36000,તથા ચાંદીના મોટા સત્તર નંગ-20 જે એક સત્તરનો વજન આશરે 50 ગ્રામ લેખે 20 સત્તરના કુલ વજન અંદાજે 1 કિલોનું જે જુના ભાવે આશરે રૂ.30000,તથા માતાજીના મંદીરમાં આવેલ દાન પેટીમાંથી રોકડ રૂપીયા અંદાજીત એક લાખના રોકડની ચોરી થયેલ હતી.આમ તસ્કરો રાત્રી ના સમયે માતાજીના મંદીરનો દરવાજો તોડી મંદીરમાં રાખેલ સોના ચોદીના દાગીના કિ.રૂ.1.67,000 તથા રોકડ રકમ રૂપીયા 1 લાખ કુલ મળી રૂપીયા 2.67.000ના મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઇમસ ચોરી કરી ફરાર થઇ ગયા હતા એ ચોર ઈસમો સામે સરસ્વતી તાલુકા ફરીયાદ નોંધાવી છે. માતાજીના મંદીરમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા તપાસતાં રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ મંદીરમાંથી કોઈ અજાણ્યા ઇસમોએ ચોરી કરતા જોવા મળ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.